Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

જૂનાગઢ પંથકની ચાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ જેતપુર પોલીસે ત્રણને દબોચ્યા

જૂનાગઢનો ભરત ચારોલીયા અને રાજકોટના છોટુ સોલંકી તેનો ભાઇ અર્જુન સોલંકીની ધરપકડ

રાજકોટ તા. ૧૧: જેતપુરની તત્કાલ ચોકડી પાસેથી વાહન ચેકીંગ દરમ્યાન જેતપુર સીટી પોલીસે રીક્ષામાં ચોરાઉ માલસામાન વેંચવા નિકળેલા બે કોળી અને એક દેવી પૂજક શખ્સોને પકડી લઇ પૂછપરછ કરતા જૂનાગઢ પંથકની ચાર ઘરફોડ ચોરીનો ભેદ ખુલ્યો હતો.

મળતી વિગત મુજબ રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીનાની સુચનાથી જેતપુર સીટીપી.આઇ. એમ. એન. રાણા, અનીલભાઇ ગુજરાતી, ધમભા જેઠવા, ભાવેશભાઇ ચાવડા, લખુભા રાઠોડ, ચેતનભાઇ ઠાકરો, દિવ્યેશભાઇ સુવા, જીગનેશભાઇ ગરાનીયા એમ બધા જેતપુર તત્કાલ ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક અતુલ રીક્ષામાં બે શખ્સો ભરત મુકેશભાઇ ટપુભાઇ ચારોલીયા  (રે. જુનાગઢ) છોટુ કરણ જેન્તીભાઇ સોલંકી કોળી (રે. રાજકોટ) રીક્ષાના કાગળો માંગતા ગલ્લા તલ્લા કરતા કોઇ સંતોષકારક જવાબ આવતો ન હોય જેની અંગ જડતી કરતા રોકડ રૂપિયા મળી આવી હતી. જેની પુછપરછ કરતા ભાઇ અર્જુનભાઇ જેન્તીભાઇ સોલંકી એમ ત્રણેય જણાએ દસેક દિવસ પહેલા જૂનાગઢ મધુરમ સોસાયટીમાંથી બે મકાનમાં નકુચા તોડી રોકડ રૂપિયા તથા ઘરેણાની ચોરી કરેલ જેમાં જુનાગઢ સી ડીવી ૪૩/૧૮ ઇ.પી.કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબ ગુન્હો નોંધાયો હતો. તથા ગઇકાલે જુનાગઢ મધુરમ સોસાયટીમાંથી બે મકાનમાં નકુચા તોડી રોકડ રૂપિયાની ચોરી કરેલ જેમાં ગયેલ રોકડ રૂપિયા ૧૧,૧૭૦/- તથા રીક્ષા સાથે મળી કુલ મુદામાલ રૂ. ૬૧,૧૭૦/- સાથે મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦ર, ૪૧(૧) ડી મુજબ પકડી પાડી કાર્યવાહી કરી હતી.  (૭.૧૩)

(12:21 pm IST)