Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઉનામાં ડિસ્કો તેલનો કારોબારઃ તંત્રએ સીંગતેલના ૧૦૦ ટીન માંથી તેલના નમૂના લીધા

ઉના તા.૧૧: ઉનામાં સીંગતેલ કપાસીયા તેલના નામે ડિસ્કો તેલનું લાખો રૂપિયાનું વેચાણ થતું હોય અને લોકોના આરોગ્ય સાથે ખૂલ્લેઆમ ચેડા થઇ રહયા છે તેવી ફરીયાદો ઉઠી છે જેની તંત્રને જાણ કરતા શંકાસ્પદ ૧૦૦ તેલના ડબાના પાકા બીલ ન હોય તેલના નમૂના લઇ ચકાસણી માટે મોકલી આપેલ છે.

ચર્ચા મુજબ, ઉનામાં અમરેલી થી આવતા ટેમ્પામાં દરરોજ ડિસ્કો તેલનું ધૂમ વેચાણ ચાલી રહયું છે આ ડુપ્લીકેટ તેલનો કાળો કારોબાર છાને ખુણે ધમધોકાર વેચાણ ચાલુ જ છે. શુક્રવારે અમરેલી થી શંકાસ્પદ તેલનો જથ્થો ઉનામાં ટેમ્પો ઉના ૪ થી ૫ વેપારીઓનો માલ આવતા ગન્ની માર્કેટના પાછળના ભાગે ઉભેલા એક જાગૃત નાગરિકે ઉભેલા ટેમ્પોના ચાકલને પુછપરછ કરતા આ માલ શહેરના અલગ- અલગ ત્રણ વેપારીએ સ્થાનિક દલાલ દ્વારા મંગાવવામાં આવ્યો હતો.

શંકાસ્પદ ડબા ૧૦૦ થી વધુ શંકાસ્પદ સીંગતેલના વેચાતો જથ્થો ટેમ્પોમાં હોવાથી દેશીધાણી સીંગતેલનાં લોકો સાથે છેડા થઇ રહયા હતા તેવી ચર્ચા છે.

શંકાસ્પદ જથ્થો હોય તેની જાગૃત નાગરિક ને ખબર પડતા વેપારીઓ દોડાદોડ કરવા લાગ્યા હતા. જેથી ફુડ ઇન્સપેકટર ને ફોન કરતાં ચીફ ઓફીસર પરમાર ફુડ ઇન્સપેકટર ગુજર તેમજ સ્ટાફનાં સુરેશ ગોપલાણી ને મળતા ગન્ની માર્કેટ ના પાછળના ભાગે ઉભેલ ટેમ્પો ચાલક ને પુછતા અમરેલીથી તેલ આવેલ તેમ જણાવેલ પરંતુ ૧૦૦ સીંગતેલના પાકાબીલ ન હોય જેથી તેલના નમૂના લેવામાં આવ્યા હતા અને લેબ પરિક્ષણ માટે મોકલી રીપોર્ટ આવશે ત્યારે આગળ ની કાર્યવાહી થશે. (૧.૫)

(12:19 pm IST)