Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ખેડુતોની સ્થિતી દયનીય : અણઉકેલ પ્રશ્નો મુદ્દે લોધીકામાં કોંગ્રેસ દ્વારા આવેદન

લોધીકા તા.૧૧ : દયનીય સ્થિતિમાં જીવતા કિશાનોના દેવાની માફી, પોષણક્ષમ ભાવો, પાકવિમો, ખેડુતો પર થતા અત્યાચાર સહિતના મુદ્દે લોધીકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજાની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં ખેડુતોની ઉપસ્થિતિમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતુ.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતના કિશાનોની સ્થિતિ આજે દયનીય બની ગયેલ છે. જેને માટે રાજય સરકારની પ્રજા વિરોધી નીતી કારણભુત બની રહેલ છે. વધુમાં ખેડુતોને હાલ પોષણક્ષમ ભાવો નથી મળતા. મોંઘા ભાવની દવા, બિયારણ, ખાતરનો ખર્ચ અને ભાવો ન મળતા ખેડુતો દેવાના ડુંગરમાં આવી જાય છે. પરિણામે ખેડુતો આત્મહત્યા કરી રહેલ છે. ખેડુતોને પાક વિમાની રકમ સમયસર ચુકવવામાં આવતી નથી. ખેડુતો દ્વારા તેમના વ્યાજબી પ્રશ્નોની રજૂઆત કરવાના બંધારણીય અધિકાર ઉપર પણ રાજય સરકાર પરોક્ષ રીતે તરાપ મારી રહેલ છે અને ખેડુતો પર અત્યાચાર થઇ રહેલ છે.

ઉપરોકત પ્રશ્નો અંગે નિરાકરણ આવે તેવી રજૂઆત હરિશ્ચંદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, જેન્તીભાઇ વેકરીયા, સંજયભાઇ સોજીત્રા, મેઘજીભાઇ સાકરીયા, ભરતસિંહ જાડેજા, અજીતભાઇ ગઢવી, સવજીભાઇ (પારડી), શિવાભાઇ પીપળીયા, હનીફ ઘાડા, છગનભાઇ પટેલ, મયુરસિંહ, મનોજભાઇ સભાયા, ડાયાભાઇ ઘાડીયા સહિતનાએ કરી છે.(૪૫.૫)

(12:16 pm IST)