Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઉપલેટાના ગઢાળાથી શાળા જવાના સમયે બસ દોડાવવા માંગણી

ઉપલેટા તા.૧૧ : તાલુકાના ગઢાળા સરપંચ નારણભાઇ આહિરે ઉપલેટા એસટી ડેપો મેનેજરને રજૂઆતમાં જણાવેલ હતુ કે, ગઢાળા ગામના વિદ્યાર્થીઓને સવારે વિદ્યાર્થી બસ શરૂ કરવા માંગણી કરેલ છે.

અત્યારે ત્રણ ગામ વચ્ચે એક બસ ચાલે છે તેથી ત્રણ ગામ વચ્ચે ૨૦ જેટલા વિદ્યાર્થી થતા હોય ત્યારે એક બસમાં સમાવેશ ન થાય. હાઉસફુલ બસ થતી હોય ત્યારે સવારે ઉપલેટા ગઢાળા નવી વિદ્યાર્થી બસ શરૂ કરવા વિદ્યાર્થી વાલી મંડળે રજૂઆત કરેલ છે.(૪૫.૪)

 

(12:14 pm IST)