Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

જેને પકડવા માટે ભારત સરકારે કરોડોના ઇનામો રાખેલ

ચંબલની ખીણના એક સમયના ખૂંખાર ડાકૂ પંચમસિંહ વડિયામાં

બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા આયોજીત કાર્યક્રમમાં પંચમસિહને સાંભળવાની તક

વડિયા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજીત કાર્યક્રમ આજે સોમવારે રાત્રે ૮.૩૦ કલાકે ભવાની ચોક લેઉઆ પટેલ સમાજમાં ચંબલની ખીણમાં ૫૫૦ સાગરીતોનો ખૂંખાર ડાકુ પંચમસિહ જે કીડી મકોડાની જેમ હત્યાઓ કરતો પરંતુ તેના જીવનમાં આધ્યાત્મિક જયોતિ પ્રગટી અને વાલીયા લૂંટારા માંથી વાલ્મિકી બનવા જેથી સત્ય ઘટના બની. તો આવા ખૂંખાર ડાકુ ને મળવા અને તેના પ્રચંડ વિચારોને સાંભળવાનો લ્હાવો લેવો જાહેર જનતાને બ્રહ્માકુમારી મંજુબેન આમંત્રણ આપેલ છે.

સાથો સાથ આ કાર્યકમમા રાજયોગથી પાપ્ત મનોબળના આઘારે દાંતથી ટ્રક ખેચવાનો કાર્યકમ રાખેલછે રાજયોગી બ્રમ્હાકુમા આશિષભાઈ જેઓ ૨૨ વર્ષથી રાજયોગનો અભ્યાશ કરી રહેલ છે આશિષભાઇ મનોબળના આઘારે પોતાના દાંતોથી બસ ટ્રક જેવા મોટા વાહનો ખેચી શકેછે ત્યારે વડિયામા પણ આવો કાયઙ્ખકમ યોજાશે. (તસ્વીર : જીતેશગીરી ગોસાઇ, વડિયા)(૨૧.૧૫)

(12:13 pm IST)