Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ભાવનગર પી.એન.આર. સોસાયટી ભારતીય સેનાના જવાનોને સહાય માટે તત્પર

ભાવનગર તા.૧૧ : પી.એન.આર સોસાયટી સંચાલીત નટરાજ રિસર્ચ એન્ડ ટ્રેઇનીંગ કોલેજ ખાતેના ઓડીટોરીયમમાં ભારતીય સેનામાં જોડાવા ભરતીની પ્રક્રિયામાંથી પસાર થતા ૫૦ જેટલા જીલ્લાના યુવાનોને પ્રેરણા પ્રોત્સાહન આપવાના કાર્યક્રમ યોજાયા છે.

આ પ્રસંગે જનાર્દનભાઇ દવે, સ્ટેટ બેંક મંડળના સામાજીક કાર્યકર, સૈનિક શહિદ સહાય પરિવાર ટ્રસ્ટના સંચાલક અશેષભાઇ, કર્નલ જયેશભાઇ અધવર્યુ, સંજયભાઇ ગોહિલ, રોજગાર અધિકારી ભાવનગર, જિલ્લા રોજગાર અધિકારી શ્રી બોટાદ, નિરવભાઇ દવે, યુનિ. એમ્પ્લોયમેન્ટ ઓફીસર, સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી અનંત કે.શાહ (બાબાભાઇ), ભરતભાઇ કનાડા ઉપસ્થિત રહેલ હતા. સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ, સૈનિક શહિદ સહાય પરિવાર ટ્રસ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાઓએ આ રાષ્ટ્રભકિતના કાર્યમાં આર્થિક યોગદાન આપેલ છે.

ભરતી થતા યુવાનોની સુવિધાઓમાં સહાય, સરહદ પર શહિદ થતા, શારીરીક  ક્ષતિગ્રસ્ત થતા સૈનિકો, શહિદો, શહિદોની વિધવાઓ અને બાળકોના વેલ્ફેર માટે ફંડ રેઇજીંગ અને તેમના ઘરે જઇને સહાય કરવા સુધીની સંવેદનશીલ સમસ્યાઓ પર વકતવ્ય આપ્યા હતા.

સંચાલન સેક્રેટરી જનરલ પારસભાઇ શાહ તથા આભારવિધિ હર્ષકાંતભાઇ રાખશીયાએ કરી હતી.(૪૫.૭)

(12:12 pm IST)