Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ગોંડલમાં કારનો કાચ તોડી રૂ.૨.૩૩ લાખના દાગીના ભરેલા થેલાની ચોરી

ભાવનગરનો ગરાસિયા પરિવાર દર્શન કરવા આવ્યો'તોને તસ્કર કળા કરી ગયો

ગોંડલ, તા.૧૧: ગોંડલના અક્ષર મંદિરે ભાવનગરથી દર્શને આવેલ ગિરાસદાર પરિવારની કારના કાચ તોડી સોનાના દાગીના કિંમત રૂ. ૨૩૩૫૦૦ ભરેલ થેલાની કોઈ અજાણ્યા શખ્સોએ ચોરી કરી લઇ જતાં સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના વાદ્યવાડી શ્રીજી સોસાયટીમાં રહેતા અને પેટ્રોલ પંપ ધરાવતા શકિતસિંહ ઘઘ્નશ્યામસિંહ ઝાલા પરિવાર સાથે ગત સાંજના સુમારે ભાવનગરથી ગોંડલના અક્ષર મંદિરે દર્શને આવ્યા હતા અને પોતાની આઈ ટ્વેન્ટી કાર જીજે ૪ બીઈ ૪૨૪૮ મંદિરના કમ્પાઉન્ડમાં પાર્ક કરી મંદિરે દર્શન  કરવા ગયા હતા. દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ કલીનર સાઇડનો પાછલો દરવાજાનો કાચ તોડી રૂપિયા ૨૩૩૫૦૦ ના સોનાના દાગીના ભરેલો થેલો ચોરી કરી લઇ જતાં સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ એસ એમ રાદડિયાએ મંદિરના કમ્પાઉન્ડ ખાતે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.(૨૨.૬)

(12:12 pm IST)