Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

હળવદમાં કોંગ્રેસ દ્વારા ખડૂતોના સમર્થનમા ચક્કાજામ શાકભાજીના ઢગલા કરી ને મોંઘવારીના પૂતળાનું દહન

હળવદ, તા.૧૧:  વૈજનાથ ચોકડી પાસે શાકભાજી ના રોડ પર ઢગલાકરી ને મોંદ્યવારી નુ પુતળુ સળગાવી ભાજપ સરકાર વિરુદ્ઘ નારા લગાવીને વિરોધ દર્શાવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર તૈનાત રહીને ૪૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી.આ કાર્યક્રમમાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, ડો કે એમ રાણા, શૈલેશભાઈ દવે , હેમાંગભાઈ રાવલ, ધ્રુવ ભાઈ રાવલ , દિનેશ મકવાણા ( સરપંચ ) તથા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકાના કોગ્રેસ ચુંટાયેલા સદસ્ય ઓ ઉપસ્થિત રહયા હતા

ચકકાજામ ને ધ્યાનમાં લઈ હળવદ પોલીસ દ્વારા ચુસ્તબદોબસ્ત ગોઠવાયો, જેમાં હળવદ પીઆઈ એમ, આર, સોલંકી, ૪ પી એસ આઈ, ૪૦ પોલીસ જવાનો સહીત ના કાફલો ગોઢવી દેવામાં આવ્યો હતો.(૨૨.૭)

(12:11 pm IST)