Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મેંદરડામાં મુખ્ય માર્ગ જ અતિ બિસ્માર હાલતમાં, લોકાક્રોશ સાથે રસ્તા રોકો આંદોલન

 મેંદરડાઃ અહીયા જલિયાણ લોજથી પાદર ચોક સુધીનો એક કિલો મીટરનો મુખ્ય માર્ગ જ ઠેક-ઠેકાણે એક-એક ફુટ ઉંડા ખાડાઓથી અતિ બિસ્માર હાલતમાં હોવાને કારણે રોજે રોજ પસાર થતા અસંખ્ય વાહન ચાલકોને પસાર થવામાં થતા ૧પ૦ જેટલી દુકાનોના ધંધાર્થીઓ ધૂળ ઉડવાથી આરોગ્ય મુદ્ે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.... આ મામલે અગાઉ અનેક લેખિત-મૌખિક રજૂઆતો અને આંદોલનો બાદ પણ સત્તાધીશો દ્વારા યોગ્ય નિવેડો લેવામાં ઠાગાઠૈયા થતા અંતે ફરી વેપારીઓએ રોષભેર સરદાર સાહેબના પુતળા પાસે ૧પ મીનીટ સુધી ચક્કાજામ સર્જી તંત્રની નિષ્ક્રિયતા સામે વિરોધ નોંધાવી વરસાદ વરસે તે પહેલા સત્વરે યોગ્ય કરવા માંગણી ઉચ્ચારી છે. તસ્વીરોમાં રસ્તા રોકો આંદોલનમાં જોડાયેલા ધીરજલાલ કુંભાણી, જે. બી. પાનસુરીયા, ડો. રૂપારેલીયા, વિનુભાઇ બુસા, સરપંચ દિનેશભાઇ વેકરીયા, મનસુખભાઇ વણપરીયા, વલ્લભભાઇ ભાખર, વઘાસીયાભાઇ દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને આર. સી. ફળદુને પણ નકલ મોકલાવામાં આવી હતી. (તસ્વીર - અહેવાલ : ગૌતમ જે. શેઠ, મેંદરડા) (પ-૧ર)

(12:09 pm IST)