Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઘેલા સોમનાથ મંદિરે ઘુમટનું કામ કયારે પુર્ણ થશે?

૪૫ દિ'થી કારીગરો કામ છોડીને જતા રહયાઃ સમય મર્યાદાથી બે વર્ષ વધુ લેનાર કોન્ટ્રાકટરને ડિફોલ્ટર તરીકે મુકવા મુખ્યમંત્રી સુધી રજુઆત

મંદિરના દરવાજા બહાર પાથરી દેવાયેલ કાંકરાવાળો તાસ દર્શાય છે. (તસ્વીરઃ અહેવાલઃ ધર્મેશ કલ્યાણી-જસદણ)(૪.૫)

જસદણ, તા., ૧૧: વિંછીયા પંથકમાં આવેલા પ્રખ્યાત શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે રીપેરીંગ કામ પુર્ણ નહિ થતા સૌની ધીરજ ખુટી છે. ભાવીકોમાં અણીયારો સવાલ સંભળાવા લાગ્યો છે કે કયારે ઘુમટનું કામ પુર્ણ થશે.

આ અંગે વિશ્વ હિન્દુ પરીષદના ભુપતભાઇ કેરાળીયાએ વિજયભાઇ રૂપાણીને રજુઆત કરી છે કે સરકારના પ્રયત્નથી કરોડો રૂપીયાની ગ્રાન્ટ ઘેલા સોમનાથ મંદિરને ફાળવવામાં આવેલ છે. મંદિરના ઘુમટનું કામ કોન્ટ્રાકટરોને આપવામાં આવેલ પરંતુ સમય મર્યાદા સિવાય બે વર્ષ કરતા વધારે સમય લેવામાં આવેલ છે. તેવા કોન્ટ્રાકટરને ડિફોલ્ટર તરીકે શું કારણે મુકવામાં આવેલ નથી? મંદિરના કામનો આટલો સમય વધારી આપવાથી યાત્રીકોને દર્શન માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જો કે ૪પ દિવસથી કામ બંધ કરીને કાગરીરો જતા રહેલ છે. મંદિરના દરવાજાની બહાર કાંકરીવાળો તાસ નાખેલ હોવાથી યાત્રીકોને દર્શન સમયે પગની અંદર  કાંકરા વાગતા હોય છે. તો જયાં સુધી કામ પુર્ણ ન થાય ત્યાં સુધી કાંકરીવાળા તાસ ઉપર કાપડની કારપેટ પાથરી રાખવી જરૂરી છે.

 વધુમાં ઉમેર્યુ છે કે, કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે કામમાં વિલંબ થવાથી મંદિરને કરોડોની આવક ગુમાવવાનો વારો આવેલ છે યાત્રીકોને દર્શન માટે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતા હોવાથી કોન્ટ્રાકટરને અનેકલ નોટીસો આપવા છતા સુધારો થયેલ નથી. તો કોના દ્વારા છાવરવામાં આવે છે? આ મામલે સત્વરે યોગ્ય કરી કોન્ટ્રાકટરને ડિફોલ્ટર તરીકે મુકવામાં આવે તેવું સૌ ઇચ્છી રહયા છે. (૪.૫)

(12:06 pm IST)