Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

યોગ દિવસની ટંકારા ઓરપેટ સંકુલ અને નેકનામ હાઇસ્કુલમાં ઉજવણી કરાશે

ટંકારા તા.૧૧ : મામલતદાર કચેરી ખાતે મામલતદાર ચંદ્રીકાબેન જે.પટેલના અધ્યક્ષસ્થાને આયોજીત યોગ દિવસની ઉજવણી મીટીંગમાં ઇન્ચાર્જ ટીડીઓ શ્રી ભીમાણી, તાલુકા પ્રા.શિક્ષણાધિકારી દિપાબેન બોડા, નેકનામ શાળાના આચાર્ય આર.પી.મેરજા, બીઆરસી કો.ઓર્ડી. હેમંતભાઇ ભાગીયા, રમતગમત કન્વીનર ડી.જી.ચુડાસમા, ઓરપેટ કન્યા સાયન્સ સ્કુલના અવનીબેન ભાલોડીયા, ઓરપેટ બીએડ કોલેજના ભોરણીયા સાહેબ, પીજીવીસીએલના જુની.એન્જી. સોજીત્રા સાહેબ, આરોગ્ય વિભાગના શ્રી રંગપરીયા, હિતેશભાઇ, ઉપદેશક વિદ્યાલયના આચાર્ય ચંદ્રભાનજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નાયબ મામલતદાર એમ.જે.પટેલે મીટીંગનું સંચાલન કર્યુ હતુ. ૨૧ મી જુને યોગ દિવસની ઉજવણી ટંકારા ઓરપેટ સંકુલ તથા નેકનામ હાઇસ્કૂલ ખાતે કરાશે. ટંકારાની સરકારી, ખાનગી શાળાઓ, પોલીસ, હોમગાર્ડસ, ટંકારા શહેરના નાગરીકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કાર્યક્રમ આયોજન માટે જુદી જુદી જવાબદારીઓ સોંપાઇ છે.(૪૫.૧૧)

(12:02 pm IST)