Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

જામનગર વોર્ડનં.૪માં ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા નોટબુક વિતરણ

 જામનગર : વોર્ડ નં.૪ માં શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને જામનગર ૭૮ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) દ્વારા નોટબુક વિતરણનો સમારંભ  યોજવામાં આવેલ હતો.  ચામુંડા માતાજીનુ મંદિર, વિનાયક પાર્ક, માટેલ ચોકથી આગળ વિસ્તાર, રાજપુત સમાજની વાડી નવાગામ ઘેડ વિસ્તાર, કોળી સમાજની વાડી નવાગામ ઘેડ વિસ્તાર, કોળી સમાજની વાડી, નવાગામ ઘેડ વિસ્તારમાં ધારાસભ્ય હકુભા જાડેજા ઉપરાંત કોર્પો. કેશુભાઇ માડમ, જડીબેન સરવૈયા, કિશોરસિંહ ગોહિલ, પ્રજ્ઞાબા સોઢા, અરૂણાબા જાડેજા, હંસાબેન ત્રિવેદી, વર્ષાબેન રાઠોડ, વનીતાબેન દેસાણી, આરતીબેન ભટ્ટ, હંસાબેન વ્યાસ, હિનાબા જાડેજા, વિજયસિંહ ગોહિલ, રામજીભાઇ, જીતુભાઇ શિંગાળા, ભીમાભાઇ ડાભી, સતીષભાઇ રાઠોડ, યોગેશભાઇ બારૈયા, જયરાજસિંહ જાડેજા, જસ્મીનભાઇ ધોળકીયા, જીજ્ઞેશસિંહ, પ્રદિપસિંહ, ધીરેન્દ્રસિંહ, કાંતીલાલ બારોટ, નારણભાઇ સરવૈયા, ગોરધનભાઇ સરવૈયા, પુષ્પરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઇ માલધારી, ધીરજભાઇ રાઠોડ, શકિતસિંહ ગોહિલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)(૪૫.૧૦)

(12:00 pm IST)