Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ગોંડલ તાલુકાના પ્રાથમિક શિક્ષકોને સમયસર પગાર ચુકવવામાં ધાંધીયા

ગોંડલ તા.૧૧ : ગોંડલ તાલુકાના પ્રાથમીક શિક્ષકોનો પગાર ચુકવવા માટે જવાબદાર તંત્ર વાહકો દ્વારા પગાર ચુકવણા અંગે ધાંધીયા થાય છે. ! આ વખતે પણ મે-૧૮ નો પગાર હજુ ચુકવવામાં આવ્યો ન હોય શિક્ષક પરિવારો વર્તમાન ગરમી અને પગાર ચુકવવામાં જવાબદાર બાબુઓની નરમીથી અકળાઇ રહ્યા છે.

તા.૧૧ જુનથી વેકેશન પૂર્ણ થતા શાળાઓ શરૂ થતા જઇ રહી છ.ે જેના પ્રારંભમાંજ પ્રવેશોત્સવ, બાલમેળો જેવા વિવિધ રૂપકડા નામો વાળા સરકારી તાયફાઓમાં શિક્ષકોને જોતરવામાં આવનાર છે!?  પગાર નિયમીત ચુકવવા માટેની ફરજ જવાબદારો ચૂંકી જાય છે !! આવા ટાંકણે શિક્ષક સંગઠનના આગેવાનોની પીછેહઠ પણ ચર્ચાનો અને શંકાનો વિષય બની છે. !?(૬.૧૧)

 

(12:00 pm IST)