Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કોડીનારમાં ૪૮ બોટલ દારૂસાથે કોળી શખ્સ પકડાયો

કોડીનાર તા. ૧૧ :.. ગત રાત્રીના ગીર સોમનાથ એલ. સી. બી.નાં પ્રવિણભાઇ સરમણભાઇ, લાલજીભાઇ, સહિતનો સ્ટાફ કોડીનાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માલગામ બસ સ્ટેશન પાસે આવતા વેલણ બિટના એન. એસ. બાબરીયા તથા કોન્સ્ટેબલ ભાવેશભાઇ બંને મળતા  હકિકત મળેલ કે એક ઇશમ જાંબલી કલરનું ટીવીએસ મોટર સાયકલ લઇ તેની ડેકીમાં પર પ્રાંતનાં ઇગ્લીશ દારૂ રાખી હેરાફેરી કરી  રહ્યો છે અને અહીંથી પસાર થવાનો છે. જેથી તુર્ત જ ઉપરોકત મોટર સાયકલ લઇને નિકળતા જેને રોકવાનો પ્રાપ્તન કરતા જે શખ્સ પોતાની મોટર સાયકલ ભગાડીને જંગાખડી ગામનાં રોડ તરફ નાસી જતા જેનો પીછો કરી પકડી લીધેલ પોતાનું નામ જીગરભાઇ જેન્તીભાઇ કામળીયા કોળી ઉ.ર૦ રે. પણાદર રોડ સરસ્વતી સોસાયટી પાવન સ્કુલની પાછળ જણાવેલ મોટર સાયકલની તલાસી લેતા સીટની નીચે આવેલ ડેકીમાં પરપ્રાંતના જુમ ટેન્ગો લેમન ૧૮૦ એમ. એલ. ની દારૂની ૪૮ બોટલો મળી આવેલ. આ દારૂનાં જથ્થો ચીખલી ગામના હીરાભાઇ પાંચાભાઇ પાસેથી મેળવેલ પોલીસે મોટર સાઇયલ સહિત કુલ રૂ. ૩૦,૩૦૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. (પ-૧પ)

(12:00 pm IST)