Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પોરબંદર પાલીકાના પુર્વ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા ઉપર હુમલો

નગરપાલીકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની પુર્વે રાત્રીના પ્રમુખપદના દાવેદાર ભરત મૈયારીયા દ્વારા બઘડાટીઃ ઘર પાસે બેઠેલા પંકજભાઇ તથા સાહેદો ઉપર હુમલો કરીને ધમકીઃ ૩ કાર તથા ૪ બાઇકમાં તોડફોડ

પોરબંદર, તા., ૧૧: નગરપાલીકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચુંટણી છે. ત્યારે આ ચુંટણીની પુર્વ રાત્રીએ ગઇકાલે નગરપાલીકાના પ્રમુખપદના દાવેદારભરત ઉર્ફે ભલો મુળુ મૈયારીયા તથા ર અજાણ્યા શખ્સો નગરપાલીકાના પુર્વ પ્રમુખ પંકજભાઇ ભીખુભાઇ મજીઠીયા તથા સાહેદો ઉપર લાકડી વડે હુમલો કરીને ધમકી આપી નાસી ગયેલ છે. આરોપીઓએ પંકજભાઇના ઘરના ફળીયામાં ૩ કાર તથા ૪ બાઇક ઉપર હુમલો કરીને તોડફોડ કરીને નુકશાન કર્યુ હતું.

આ બનાવની પોલીસ ફરીયાદ પંકજભાઇ મજીઠીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં નગરપાલીકાના પુર્વ પ્રમુખ પંકજભાઇએ જણાવેલ કે રાત્રીના ઘર પાસે અમો ૩ થી ૪ સાહેદો સાથે બેઠેલ હતા ત્યારે નગર પાલીકા પ્રમુખપદના દાવેદાર ભરત ઉર્ફે ભલો મુળુ કે કડીયા પ્લોટવાળા તથા ર અજાણ્યા શખ્સો સાથે આવીને બઘડાટી બોલાવી હતી અને ઘરના ફળીયામાં રહેલ ૩ કાર તથા બાઇકમાં તોડફોડ કરીને નુકશાન કર્યુ હતું. આ બનાવ રાત્રીના ર વાગ્યા આસપાસ બનેલ છે.(૪.૩)

(11:14 am IST)