Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

માળિયાના નાના દહીંસરા નજીક કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

માળીયાના નાના દહીસરા ગામ નજીક કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી અને પોલીસ કાફલો દોડી ગયો હતો.

   આ અંગેની વિગત મુજબ માળીયાના નાના દહીસરા અને વીરપરડા વચ્ચે  એક કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા માળિયા પોલીસના ફિરોજભાઈ સુમરા ટીમ સાથે દોડી ગયા હતા અને મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો કોહવાયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે કોઈ ઈજાના નિશાન મળી આવ્યા ના હોય જેથી અજાણ્યા પુરુષનું કુવામાં ડૂબી જતા જ મોત થયાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. માળિયા પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ આદરી છે.

(8:48 am IST)