Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખારવા સમાજને અન્યાય મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત

પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની છે ત્યારે  ખારવા સમાજના 10 થી 12 જેટલા વર્તમાન નગરપાલિકામાં ચૂંટાયેલ નગરસેવકો હોય તેને પ્રમુખ તરીકેની પ્રાધાન્ય નહીં  મળતા આજે પોરબંદરથી 8થી 10  કાઉન્સિલરો રાજ્યના મુખ્યમંત્રી  રૂપાની ,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભાજપમાં મહામંત્રી ભીખુભાઇ દલસાણિયાએ મળીને રજૂઆત કરી હતી.

ખારવા સમાજે પોતાની રજુઆતમાં કહ્યું કે હાલમાં મેર સમાજ પાસે તાલુકા-જિલ્લા પંચાયત માર્કેટિંગ  યાર્ડ ,જિલ્લા  ખરીદ વેચાણ સંઘ સહિતની સંસ્થાઓમાં પદાધિકારીઓ છે ત્યારે ખારવા સમાજને કોઈ પાડવાપતુઃ નથી અને હવે અન્યાય ના થાય તે જોવા રજૂઆત કરાઈ છે માટે કોઈ પણ ખારવા સમાજના વ્યક્તિને પ્રમુખપદ અપાઈ તેવી લાગણી વ્યકત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભીખુભાઇ દસલાણિયાએ સ્થાનિક ધારાસભ્યને આ અંગે સૂચના આપી હોવાનું મનાય છે.

 

(11:11 pm IST)