Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ભેસાણમાં પરબ ચોકડી પાસે ચક્કાજામ :કોંગી ધારાસભ્યની આગેવાનીમાં ખેડૂતોનું આંદોલન

ગીર સોમનાથના કાજલી માર્કેટિંગ યાર્ડમાં ચક્કાજામ ;ધારાસભ્ય સહિત 100ની અટકાયત

જૂનાગઢના ભેંસાણમાં પરબ ચોકડી પાસે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાની આગેવાનીમાં રસ્તા રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં 300 જેટલા કાર્યકરો જોડાયા હતા. તેમજ રસ્તા પર શાકભાજી અને દૂધ ઢોળી વિરોધ કર્યો હતો. ગીર સોમનાથના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલાલા-કોડિનારના ધારાસભ્ય સહિત કાર્યકરોએ ચક્કાજમ કર્યો હતો. જેમાં ધારાસભ્ય સહિત 100 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

(4:40 pm IST)