Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

"દેવા માફ કરો નહીંતર ભાજપને સાફ કરો"ના નારા લાગ્યા:અમરેલીમાં ખેડૂતોનું આંદોલન :વડિયામાં ચક્કાજામ ;વિપક્ષીનેતા પરેશ ધાનાણી સહીત 100ની અટકાયત

જામનગર, ખંભા, ઉપલેટા સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

 અમરેલીના વડિયામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત ખેડૂતોએ ચક્કાજમ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી "દેવા માફ કરો નહીંતર ભાજપને સાફ કરો"ના નારા લાગ્યા હતા. પોલીસે વિપક્ષ નેતા સહિત 100 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત જામનગર, ખંભા, ઉપલેટા સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી.

(4:39 pm IST)