News of Monday, 11th June 2018

સૌરાષ્ટ્રમાં પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

રાજકોટ :સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પોષણક્ષમ ભાવ ન મળવા સહિતના પ્રશ્નોને લઇને ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં રાજકોટની ગોંડલ ચોકડી પાસે જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ ગળામાં ડુંગળીનો હાર પહેરી ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો

(4:38 pm IST)
  • બહુમત નહિ મળે તો પ્રણવ મુખર્જી હશે એનડીએના પીએમપદના ઉમદેવાર?: શર્મિષ્ઠા મુખરજીએ શિવસેનાનો દાવો ફગાવ્યો : શર્મિષ્ઠાએ કહ્યું તેના પિતા ફરીવાર સક્રિય રાજનીતિમાં નહિ આવે. access_time 11:15 pm IST

  • ગઠબંધન માટે કોંગ્રેસ ક્યારેય રાજ્યોના નેતાઓની ઉપેક્ષા નહિ કરે : સમિતિ રાજ્યના નેતાઓ સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણ્ય કરશે : કોંગ્રેસનાં મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલે કહ્યું કે, પાર્ટીની નીતિ રહી છે કે તે એક સમાન વિચારધારાવાળા દળોની સાથે કામ કરે પરંતુ પાર્ટી પોતાનાં રાજ્ય નેતાઓનાં હિતોની ઉપેક્ષા ન કરી શકે. access_time 11:12 pm IST

  • દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો ઠરાવ દિલ્હી વિધાનસભાએ સ્વીકારી લીધો છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, જો બીજેપી 2019ની લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપે તો, અમે સુનિશ્ચિત કરીશુ કે દિલ્હીનો એક એક વોટ બીજેપીની તરફણમાં પડે. અને જો એવું ન થયુ તો એવા બોર્ડ લગાવશે જેના પર લખ્યું હશે, 'બીજેપી દિલ્હી છોડો. access_time 7:18 pm IST