Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 2 દર્દીઓના મોત : નવા 208 કેસ નોંધાયા : વધુ 289 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 2 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 208 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 289 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,63,159 સેમ્પલ લેવાયા

(10:17 pm IST)
  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST

  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો : આજે સવારથી પેટ્રોલના ભાવમાં ૨૭ પૈસા અને ડિઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. access_time 10:45 am IST

  • પશ્ચિમ બંગાળ વિરોધ પક્ષના નેતા તરીકે શુભેન્દુ અધિકારીની નિમણુંક : મમતા બેનર્જીને નંદીગ્રામ બેઠક ઉપરથી 1900 મતે હરાવવાનું ઇનામ : એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથીદાર હવે સૌથી મોટા વિરોધ પક્ષ ભાજપના નેતા બન્યા access_time 6:49 pm IST