Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જેતપુર સિવિલ હોસ્પીટલમા ઓક્સીજન પ્લાન્ટ તેમજ એમ્બ્યુલન્સ માટે રૂ.૭૩ લાખની ગ્રાન્ટ ફાળવતા યુવા મંત્રી જયેશ રાદડીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)  ધોરાજી:જેતપુર સિવિલ હોસ્પીટલમા ઓક્સીજન પ્લાન્ટ તેમજ એમ્બ્યુલન્સ માટે રૂ.૭૩ લાખની ગ્રાન્ટ ફાળવતા યુવા મંત્રી જયેશ રાદડીયા.
સમગ્ર દેશ અને દુનિયામા જ્યારે કોરોનાકાળ હાહાકાર મચાવી રહેલ છે ત્યારે કોરોના સામે લડવા માટે જેતપુર શહેરની સીવીલ હોસ્પીટલમા યુવા મંત્રી જયેશ રાદડીયાએ પોતાની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાથી રૂ.૫૪ લાખના ખર્ચે ઓક્સીજન પ્લાન્ટ તેમજ રૂ.૧૯ લાખના ખર્ચે સંપુર્ણ સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સની ફાળવણી કરેલ છે જેથી જેતપુર શહેર તેમજ તાલુકાની મેડીકલ સુવિધામા વધારો થવા પામેલ છે.

(8:16 pm IST)