Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

પોરબંદરના કલેક્ટર ડી. એન. મોદીની ગાંધીનગર આઇસીડીએસના ડાયરેક્ટર તરીકે બદલી : પોરબંદર કલેક્ટર તરીકે ગાંધીનગર આઇસીડીએસ એ. એમ. શર્માની નિમણૂક

પોરબંદર : કલેક્ટર ડી. એન.મોદીની ગાંધીનગર આઇસીડીએસના ડાયરેક્ટર તરીકે બદલી થઈ છે તેમની ખાલી પડેલી જગ્યામાં પોરબંદર કલેક્ટર તરીકે આઇસીડીએસ ગાંધીનગરના એ. એન. શર્માની નિમણૂક કરવામાં આવી છે.

(8:07 pm IST)
  • પશ્ચિમ બંગાળ વિરોધ પક્ષના નેતા તરીકે શુભેન્દુ અધિકારીની નિમણુંક : મમતા બેનર્જીને નંદીગ્રામ બેઠક ઉપરથી 1900 મતે હરાવવાનું ઇનામ : એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથીદાર હવે સૌથી મોટા વિરોધ પક્ષ ભાજપના નેતા બન્યા access_time 6:49 pm IST

  • હરિયાણા પોલીસે મંગળવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક મહિલા પર બળાત્કાર કેસમાં છ આરોપીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં રચાયેલી એસઆઈટીએ ખેડૂત નેતા અને સ્વરાજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અને એક આરોપી મહિલાની પણ મંગળવારે સાંજ સુધી પૂછપરછ કરી હતી. આ કિસ્સામાં, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ આ જાતીય હુમલા અંગે અજાણ હતા. access_time 12:00 am IST

  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST