Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ર૪ કલાકમાં કોરોના પોઝીટીવ ૮૪ કેસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભળીયા તા.૧૧ : દ્વારકા જિલ્લામાં કહેવત છે કે ઓખો જગથી નોખો તેમ જયારે તમામ જગ્યાએ અલગ હોય ત્યારે દ્વારકા જિલ્લામાં અલગ હોય !!

રાજયમાં જયારે કોરોનાની શરૂઆત થઇ ત્યારે અન્ય જિલ્લામાં રોજ નવા કેસો નોંધાતા જયારે દ્વારકા જિલ્લામાં નીલ કેસ હતા તે પછી અન્ય જિલ્લાઓમાં જયારે કેસમાં ઉછાળો આવ્યો  ત્યારે દેવભૂમિ જિલ્લામાં શુન્ય કે એક બે કસ રોજ થતા હતા અને હવે જયારે રાજયમાં કેસ ઓછા થાયછે ત્યારે અહી કેસમાં ઉછાળો થવા લાગ્યો છે.

ત્રણ દિવસ પહેલા ર૪ કલાકમાં પ૮, બે દિવસ ૮૪ નવા કેસનો રેકોર્ડ થયો છે !!

હજુ સવા માસ પહેલા દ્વારકા જિલ્લામાં કોરોના એકિટીવ કેસનો આંકડો ૧૦ ની નીચે હતો તે ગઇકાલે કોરોના કેસ વધતા ઓકટીવ કેસનો આંક ૭૪૩ નો થયો છે જે પણ રેકોર્ડ છે.

(12:57 pm IST)