Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મહુવાનાં કાટીકડા આશ્રમે પૂ. બાલકૃષ્ણબાપુની અંતિમ વિધી

રાજુલા, તા. ૧૧ : મહુવા તાલુકાના કાટીકડા આશ્રમ ખાતે પૂજ્ય બાલ કૃષ્ણ બાપુની અંતિમ ક્રિયા  ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ અને શ્યામ સેવકો ઉપસ્થિતિમાં કાટીકડા સંજીવની હનુમાનના  મહંત શ્રી હરિ દાસ શરણ બાપુનાના હસ્તે અંતિમ ક્રિયા થઈ હતી.

બાલ કૃષ્ણ બાપુ મહામંડલેશ્વર ૧૦૦૮નું કાટીકડા ખાતે અવસાન થતાં કાટીકડા  સંજીવની હનુમાન આશ્રમ ખાતે મહંત હરીશરણ બાપુના હસ્તે અંતિમવિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે તુલસીશ્યામના ટ્રસ્ટી ડો . બી.બી. વરુ તથા જીલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેકટર શ્રી  દાદાભાઈ વરૂ તથા હસુભાઈ વરૂ હેમાળ તથા દિલુભાઇ જાબાળ રાજુલા વકીલ મંડળના પ્રમુખ શ્રી જયરાજભાઈ ખુમાણ નાગરિક બેંકના પ્રમુખ  બાબુભાઈ કોટીલા પૂર્વ નગરપાલિકાના સદસ્ય  આણદુભાઇ ધાખડા સેવક પ્રતાપભાઈ ધાખડા  સુરેશભાઈ મકવાણા. આશ્રમ ખાતે અંતિમ ક્રિયામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ ટ્વીટ કરી અને સંદેશા  દુઃખ વ્યકત કરતા સંધ્યાબેન મેરઠ યુપી તથા શકિતસિંહ ગોહિલ તથા દિલીપભાઇ સંઘાણી લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય અંબરીષભાઈ ડેર અને ટ્રસ્ટીઓ  સોની પરિવાર મુંબઈ પાળીયાદ જગ્યાના પ્રતિનિધિ  ભયલુભાઈ વરુ માજી તાલુકા પંચાયતના પ્રમુખ  ગૌતમભાઈ વરુ નાગેશ્રી, પૂર્વ જિલ્લા પંચાયત અમરેલી ના સદસ્ય ટીકુ ભાઈ વરુ તથા માયાભાઈ આહીર તથા  સહિતે શોક સંદેશા પાઠવ્યા હતા.

(12:56 pm IST)