Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

અમરેલી જીલ્લામાં મ્યુકોરમાઇક્રોસીસના ઇન્જેકશન-મેડિકલ સાધનો ફાળવવા પ્રતાપ દુધાતાની માંગણી

કોરોના મહામારી વચ્ચે સુવિધા આપવા વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૧: ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને જણાવ્યુ છે કે મ્યુકોરમાઇક્રોસીસના રોગ માટેના ઇન્જેકશન તમામ સરકારી હોસ્પિટલ તથા સી.એસ.સી તેમજ વી.એચ.સી. કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાવવા અને અમરેલી જીલ્લાની ૧૨ સી.એસ.સી. સેન્ટરોમાં મેડિકલ પેરામેડીકલ સાધનો અપાવવા માંગ કરી છે.

પ્રતાપ દુધાતે વધુમાં જણાવ્યું છે કે નવા મ્યુકોરમાઇક્રોસીસના રોગથી તમામ ગરીબ અને મજુર વર્ગ તેમજ આર્થિક રીતે નબળા લોકોને પુરતા પ્રમાણમાં સારવાર લઇ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ મ્યુકોરમાઇક્રોસીસ નિયંત્રણ માટે આગોતરા આયોજન કરીને ઇન્જેકશન તમામ સરકારી સિવિલ, સી.એસ.સી. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મફતમાં દર્દીને ઇન્જેકશન મળી તે માટે તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરી છે.

પ્રતાપ દુધાતે વધુમાં જણાવ્યુ છે કે અમરેલી જીલ્લામાં આવેલ કુલ-૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્ર દીઠ ૧ આઇસીયુ એમ્બ્યુઇન્સ, ૧ - વેન્ટિલેટર, ૩-બાયપેક, ૩-એચએફએનસી, ૫૦-જમ્બો સિલિન્ડર, ૧૫-ફલોમીટર, ૧૫-હ્યુમિડીફાયર, ૫૦૦-માસ્ક અને પ્રતિદિન ૨૫૦ -આરટી-વીસીઆર કીટ તથા ડી.ડાયમર કીટ આપની સંસથા અથવા સરકારમાંથી ઉપલબ્ધ કરાવવા અંતમાં માંગ કરી છે.

(12:55 pm IST)