Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

અમરેલી જીલ્લામાં કોરોનાથી ૩ દર્દીના મોતઃ મૃત્યુનું પ્રમાણ ઘટયુ

૭૨ વ્યકિતઓ સામે જાહેરનામા ભંગનો ગુન્હો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૧ :. જિલ્લામાં કોરોનાના કારણે રવિવારે લીલીયાના ૭૫ વર્ષના સ્ત્રી, બગસરા પુરૂષ અને ૬૮ વર્ષના ધારીના પુરૂષ દર્દીના મૃત્યુ નિપજ્યા બાદ સોમવારે પણ જિલ્લામાં સત્તાવાર રીતે વધુ ૩ દર્દીના કોરોનાને કારણે મૃત્યુ થયા છે જેમા ધારીના ૮૦ વર્ષની સ્ત્રી, અમરેલીના ૭૫ વર્ષના પુરૂષ અને ધારીના ૫૫ વર્ષના સ્ત્રીના કોરોનાથી મૃત્યુ થતા જિલ્લામાં કોરોનાને કારણે મરણની સંખ્યા સત્તાવાર રીતે ૬૪ થઈ છે.

જિલ્લામાં સારવાર લઈ રહેલા કોરોનાના મૃત્યુ ઘટયા છે. સોમવારે ૧૪ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જેમાં બે રાજુલાના અને એક સાવરકુંડલા તથા ૧૧ અમરેલીમાં મૃત્યુ થયા છે. જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર કોરોનાના ૮૫ કેસ નોંધાયા છે અને ૯૭૪ દર્દીઓ સારવાર હેઠળ છે તથા ૫૫ લોકો કોરોના સામે લડી સાજા થયા હતા. રાજુલામાં જાફરાબાદના શેલણા ગામના ૪૫ વર્ષના સ્ત્રી અને રાજુલાના નીંગાળા ૨ ગામના કોરોનાના પુરૂષ દર્દી ૭૦ વર્ષના શંકાસ્પદ દર્દી મૃત્યુ થયા છે. જ્યારે સાવરકુંડલામાં કોરોનાના તથા બન્ને સ્મશાનમાં થઈ બીજા ત્રણ મળી કુલ ચાર મોત થયા છે.

તંત્ર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાનો કોરોના મહામારીમાં ભંગ કરતા પોલીસ દ્વારા જીલ્લાભરમાં જુદા જુદા સ્થળોએ કન્ટેઈનમેન્ટ ઝોન, વાહનોમાં વધુ પેસેન્જરો ભરવા, માસ્ક વગર નીકળતા, કર્ફયુ ભંગ કરતા લોકો સામે જાહેરનામા ભંગના ૭૨ ગુન્હાઓ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

(12:54 pm IST)