Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ધોરાજીની ભાદર નદીમાં ખનીજ ચોરી ચેકીંગ : ડમ્પર જેસીબી જપ્ત

ધોરાજી, તા. ૧૧ :  ધોરાજી ઉપલેટા પંથકમાં ખનીજ ચોરી ડામવા માટે જીલ્લા કલેકટર રમ્યા મોહન, ધોરાજી નાયબ કલેકટર જી.વી.મીયાણીની સૂચના માગદર્શન તળે ધોરાજી મામલતદાર કે ટી જોલાપરા સહિતના અધિકારીઓ સ્ટાફ ની ટીમો એ ભાદર નદી વિસ્તારમાં ખનીજ ચોરી ડામવા માટે ચેકીંગ ઝૂબેશ હાથ ધરતાં ખનીજ ચોરી કરતાં માફિયાઓમા ફફડાટ યાપી ગયેલ છે

ધોરાજી મામલતદાર કે ટી જોલાપરા એ જણાવ્યું હતું ધોરાજી  પંથકમાં ખનીજ ચોરી ડામવા માટે ચેકીંગ ઝૂબેશ હાથ ધરાઈ હતી આ ચેકીગ કાયવાહી દરમિયાન ભાદર નદી વિસ્તારમાંથી બિન વારસી જે.સી.બી મશીન મળી આવેલ છે તથા રોયલ્ટી પાસ વગર ડમ્પર મળી આવતાં બને વાહનો સીજ કરીને જીલ્લા કલેકટર ખાણ ખનીજ વિભાગને જાણ કરીને આગળની કાયવાહી હાથ ધરાઈ છે.

(12:52 pm IST)