Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

પોરબંદરમાં એમ્બ્યુલન્સનું લોકાપર્ણ અને ફૂડઝોનના ખાતુમુહૂર્તમાં જાહેરનામા અને સી.આર.ઝેડના ધજાગરા

રમેશભાઇ ધડુકે જણાવેલ કે જેસીબી રાખીને માત્ર શ્રીફળ વધેરેલ : કલેકટરે કહ્યું કે મને આ બાબતનો ખ્યાલ નથી ; તપાસ કરાવીશ : એસ.પી.નો ફોન ઉપડ્યો નહીં ? ભાજપના આગેવાનો તમાશા કરે છે દુર્ભાગ્ય એ છે કે તેને કોઇ રોકનાર નથી : અર્જુનભાઇ મોઢવાડિયા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧ : ચોપાટી ખાતે સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખિરીયા તથા ભાજપના રપ કાર્યકરોની હાજરીમાં એમ્બ્યુલન્સનું લોકાપર્ણ અને ફૂડ ઝોનનું ખાતુમુહૂર્ત યોજાયું તે સમયે કલેકટરના જાહેરનામા અને દરિયાકાંઠા નજીક નવું બાંધકામ નહીં કરવાના સી.આર.ઝેડ નિયમના સરેઆમ ભંગ થતા આ બાબતની સર્વત્ર ટીકા થઇ રહી છે.

ચોપાટી ખાતે સાંસદ ધારાસભ્ય અને ભાજપના રપ કાર્યકરોની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સનું લોકાપર્ણ અને ફૂડ ઝોનના ખાતુમુર્હર્ત થયું ત્યારે ૪ થી વધુ વ્યકિત ભેગા થઇને જાહેરનામા ભંગ તથા સી.આર.ઝેડ નિયમનો ખુલ્લે આમ ભંગ થયેલ આ બાબતે પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ રોષપૂર્વક જણાવેલ કે ભાજપના આગેવાનો તમાશા કરે છે. અને પ્રજાનું દુર્ભાગ્ય એ છે કે તેને કોઇ રોકનાર નથી.

ચોપાટી ખાતે જાહેરનામા અને સી.આર.ઝેડ નિયમ ભંગના ખુલ્લેઆમ ભંગ બાબતે રમેશભાઇ ધડુકને પુછતા તેમણે જણાવેલ કેે આવુ કંઇ નહોતું. એમ્બ્યુલન્સ સારા કામ માટે છે માત્ર જેસીબી રાખીને શ્રીફળ વધે્યુૃ હતું. એમ્બ્યુલન્સ આપવા આવ્યો છું ત્યારે ર-૪ હોદ્દેદારો તો સાથે હોય ને ? તેમ જણાવેલ હતું.

કલેકટરે કહેલ કે આ બાબતનો ખ્યાલ નથી અને તપાસ કરાવ્યા વિના કંઇ કહેવાનો મતબલ નથી તપાસ કરાવીશ. એસ.પી.ને ફોન કરતા ઉપડયો નહોતો અને મેસેજ મોકવ્યા બાદ કોઇ રીપ્લાઇ આવ્યો નહોતો.

(12:51 pm IST)