Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

પોરબંદરના રાજવીએ અર્પણ કરેલ કલાત્મક બાંધણીવાળા સિવિલ સર્જન બંગલાની જર્જરીત હાલત

સમયસર રિનોવેશન કરાતુ નથીઃ બંગલામાં જુના ટાયરોના ખડકલાઃ પ્રવેશ દ્વારમાં દારૂના જુના બોકસના ઢગલા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા.,૧૧: રાજવીએ પ્રજાના આરોગ્ય સેવા માટે ભાવસિંહજી હોસ્પીટલ સાકાર કરી હતી અને સાથે હોસ્પીટલના સિવિલ સર્જન ડોકટરને રહેવા માટે બંગલો પણ અર્પણ કરેલ. પરંતુ સમય જતા આ બંગલાનો ઉપયોગ બંધ કરેલ છે અને સમયસર રીનોવેશન થતુ ન હોય કલાત્મક બાંધણીવાળા બંગલાની હાલત જર્જરીત થતી જાય છે.

પોરબંદર ૭૨ ગામ નું રાજય હતું. છતાં પ્રથમ રાજય તરીકે બ્રિટિશ શાસન એ પોરબંદરને ફર્સ્ટ સ્ટેટ તરીકે દર્જો આપ્યો હતો અને પોરબંદરનાં છેલ્લા રાજવી સ્વર્ગવાસી રાણા નટવરસિંહજીને કે.સી.એસ.આઇનું માનદ પદવી આપી એતો ઉલેખનીય છે કે, હનુમાનજીના પુત્ર મકર ધ્વજનો આ વંશ છે. જયારે પોરબંદર ૧૦૩૨ વર્ષ કરતા પણ પૌરણીક રાજય છે તેનો ઉલ્લેખ રામાયણમાં પણ છે આ વાત એટલે થી જ રાખીએ છે. જેઠવા વંશના રાજવી બાશકલ દેવજી (બુખ્ખાજી મહારાજ) થી લઇ અને સ્વર્ગસ્થ રાણા પ્રજા વાત્સલ્ય નટવરસિંહજીએ અનેક ચડતી પડતી સાથે પોરબંદરનો વિકાસની કુચ જારી રાખી છે અને રાજની કમાણી પ્રજાના હિતાર્થે વાપરી છે.

આ રાજવીઓ માં ત્યાંગ ભાવના દર્શન કરાવે છે જેમ સમય બદલાતો ગયો તેમ સમયને અનુરૂપ પોરબંદર વિકાસ કરતું જ રહ્યું એ રાજવીની દીર્દ્ય દૃષ્ટિ પ્રજાવાત્સલ્ય બતાવે છે આજ પણ લોક હ્રદયમાં  વશી ગયેલ છે. જે ચિરંજીવ બની છે પૂર્વ વર્તમાન રાજવી રાણા નટવરસિંહના પિતાશ્રી સ્વર્ગવાશી  રાણા ભાવસિંહજી રાણા રાજરોગ ક્ષય લાગુ પડ્યો (ટી.બિ) લાગુ પડેલ ૪૦ વર્ષ ની ઉમરે નિધન થયું પરતું જેઠવા વંશની પ્રજાવત્સલની લોકપ્રિયતાને ઉની આંચ આવી નહિ અંગ્રેજો હકૂમતનું વહીવટી શાશન હતું પોરબંદરનાં સદભાગ્યે  જે વહીવટી શાશન કરતા મળ્યા તેમાં હેનકોક અને લેલી શાશન કરતા મળ્યા અને પોરબંદરના વિકાસ સામે જોયું અને વિકાસ અવિરત ચાલુ રાખ્યો એડમીનિસ્ટ્રેટરના શાશન કાળમાં શ્રી લેલીએ પોરબંદર શહેરનો વિકાસ હાથ ધર્યો સર્વ પ્રથમ મામાં કોઠાની ફરતી દીવાલ હતી તે તોડાવી નાખી જેથી શહેર નો વિકાસ થઈ શકે. અને મામા કોઠા ભાવસિંહજી પાર્કથી શહેરનો વિકાસ શરૂ થયો હતો.

પોરબંદરના રાણા નટવરસિંહજી પુખ્ત ઉમરના થતાં રાજગાદી નટવરસિંહજીને મહા સુદ પાંચમના દિવસે રાજયાભિષેક કરાયો અને જવાબદારી સ્વીકારી પોરબંદરના વિકાસ માટે વિદેશ પ્રવાસ પણ કર્યો પેરિસ વિગેરેની મુલાકાત લીધી તેઓશ્રીનો અભ્યાસ કેમ્બ્રિજ યુનિવર્સિટી સુધી રહ્યો પરતું રાજવીએ પાણી, ન્યાય, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય , ઉદ્યોગ વ્યાપાર  પર ધ્યાન આપ્યું મુખ્ય આવક પોરબંદરનાં બંદરની રહી અને તે આવકથીજ આ શહેરનો વિકાસ થયો રાજવીએ પ્રથમ આરોગ્ય ઉપર લક્ષ આપ્યું શહેરના શ્રેષ્ઠીઓને સાથે સુમેળ કર્યો રાજયનાં ફાળાથી અને દાતાઓનાથી દાનથી  આરોગ્ય સેવા વિકસાવી પોતાના રાજયના નાગરિકોને કયાંય બહાર જવું ના પડે અને આરોગ્ય સેવા ઘર આંગણે જ મળે ત્યારે તે માટે નગરશ્રેષ્ઠીઓ સાથે વિચાર ગોષ્ઠિ કરી તેઓ શ્રીના અનુદાનથી ભાવસિંહજી હોસ્પિટલ સાકાર કરી આ હોસ્પિટલમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર સર્વ જ્ઞાતિના લોકોને આરોગ્ય સેવા વિના મૂલ્યે મળે તેવી વ્યવસ્થા કરી અને સેવા માટે હાલનો પ્રચલિત શબ્દ  સિવિલ સર્જન  જેતે સમયે સર્જનની ઓળખ મોટા ડોકટર તરીકે ઓળખાતા અને તાત્કાલિક સેવા જરૂરીયાત મંદ દર્દીઓને મળી રહે તે માટે અને સર્જન ડોકટર તાત્કાલિક હોસ્પિટલે આવી સકે તે માટે માત્ર હોસ્પિટલમાંથી ૨૫ મીટરની દુરીએ  મોટા ડોકટરનો બંગલો (સિવિલ સર્જન બંગલો) પદ અને મોભાને શોભે  તેઓ આધુનિક મીની રાજમહેલ જેવો નિર્માણ કર્યો અને સિવિલ સર્જનને રેહવા માટે અર્પણ કર્યો આજે આ બંગલાની હાલત એટલી દયનીય છેકેટલાક સ્થાપીત હિતો કોના ઇશારે ખંઢેર બનાવી રહ્યા છે.? અને રીેનોવેશન કરવામાં આવતું નથી  આ બંગલાની ગ્રાન્ટ સરકારમાંથી તો નિભાવ માટે આવતી જ હોઈ પરતું કયાં  જાય છે તે ખબર નથી ? અને સિવિલ સર્જનને તેના મોભા પ્રમાણે રહેવાં માટે અન્યત્ર મોટી રકમનું ભાડું ચૂકવું પડે છે તેનો બોજ કર ટેકસ ભરતી પ્રજાને શિરે છે.

આ સિવિલ સર્જનનું બંગલો સાકાર કર્યો ત્યારે જેતે સમયનો આધુનિક કહી શકાય તેવું ફર્નિચર અને રાજરચિલું તે સમયનું આધુનિક કિચન પછી ડ્રોઈંગ રૂમ ફર્નિચર સાથે રહેવા માટે અપાતું પ્રથમ સિવિલ સર્જન ગુજરાતી હતા. ત્યાર બાદ પારસી ડોકટર   કલ્યાણી સાહેબ આવ્યા અને તેમના પત્ની પણ ડોકટર હતા.  આ ભાવસિંહજી હોસ્પિટલ સાકાર થઈ તેમાં મુખ્ય અનુદાન પારસી સદગ્રસ્ત શેઠ શ્રી મંચેશા હીરજી વાડિયાનું મહત્વનું અનુદાન છે તેઓ શ્રી એ આધુનિક  એક્ષ-રે  સહિત  ઓપરેશન થિએટર સહિતની સેવાઓ પુરી પાડી હતી આર.એમ.ઓ તેમજ તેમજ મેડિકલ ઓફિસર માટે તેમજ નર્સિંગ સ્ટાફને રહેવા માટે હોસ્પિટલ ની જગ્યામાં કવાટર અપાયેલા જેમાં પી.એમ રૂમ જેતે સમયે વાશ નો હતો  તદ ઉપરાંત શ્રેસ્થી દાતાઓ દ્વારા ખાનગી વોર્ડ પણ આધુનિક ભેટ અપાયેલ.  બે માળનો આ બંગલો છે જેમાં ચારે બાજુથી હવા ઉજાસ મળે છે રૂમો મોટા છે દક્ષિણ દિશાએ સમુદ્ર દર્શન થાય છે આ બંગલો રોડના કોર્નર ઉપર બાંધવામાં આવ્યો છે જે રાજવીના બંગલાની સન્મુખ છે એટલે રાજવી પણ સિવિલ સર્જનના હાજરીની નોંધ લઈ શકે. આ બંગલા માં શ્વાન માદાએ પોતાની વંશ વૃદ્ઘિ માટે પસંદગી ઉતારી અને  બીજા ખૂણામાં જેમાં અંદરના ભાગે નજર કરતા ટાયરના ખડકલા જોવા મળ્યા હતા તેમજ બીજી બાજુ પ્રવેશ દ્વારની  જારીમાં દારૂ ના બોક્ષ ત્યાં જોવા મળેલ તો આ પરિસ્થિતિ છે આ બંગલા દયનીય હાલત સુધારવા માટે સ્થાનિક વહીવટી તંત્ર કે ગાંધીનગર થી મોનીટરીગ કરશે ? અને સ્થાનિક અધિકારીઓને સૂચના આપી બંગલાની હાલત સુધારે રહેવા લાયક બનાવશે ? તે પ્રશ્ન છે.

(12:50 pm IST)