Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કચ્છમાં રેમડેસીવર ઈન્જેકશન પુરવઠા બાબતે કન્ટ્રોલરૂમ કાર્યરત : ત્રણ ત્રણ વખત કન્ટ્રોલ રૂમ જાહેરાત કરાઈ હવે ઈન્જેકશન મળે તે વ્યવસ્થા બરાબર ગોઠવવાની જરૂરત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અને ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૩/૩/૨૦૨૦ વાળા જાહેરનામામાંથી રાજયમાં “ધી ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-૨૦૨૦” લાગુ કરવામાં આવેલ છે.

કચ્છ જિલ્લામાં કોવીડ-૧૯ પોઝીટીવ દર્દીઓની સારવાર અર્થે ઉપયોગી રેમડેસીવીર ઈન્જેકશનનો પુરવઠો પુરો પાડવા સુચારૂ વ્યવસ્થા સનિશ્ચિત કરવા નિયંત્રણ અન્વયે જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સીવીલ સર્જન, કચ્છ-ભુજની કચેરીએ ઈલાયદો કન્ટ્રોલરૂમ તથા તાલુકા કક્ષાએ કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સીવીલ સર્જનશ્રીનીકચેરી, ભુજ રિતેશ શર્મા સવારે ૬ થી સાંજે ૬ અને રાહુલ ખરેટ સાંજે ૬ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી ફોન નં.૦૨૮૩૨-૨૫૦૧૫૦ મો.નં.૯૮૯૮૮૮૪૭૮૭ અને ૭૦૬૯૬૭૯૨૮૨, મામલતદાર કચેરી-ભુજ ફોન નં.૦૨૮૩૨-૨૩૦૮૩૨, મામલતદાર કચેરી-માંડવી ફોન નં.૦૨૮૩૪-૨૨૨૭૧૧, મામલતદાર કચેરી-મુન્દ્રા ફોન નં.૦૨૮૩૮-૨૨૨૧૨૭, મામલતદાર કચેરી-અંજાર ફોન નં.૦૨૮૩૬-૨૪૨૫૮૮, મામલતદાર કચેરી-ગાંધીધામ ફોન નં.૦૨૮૩૬-૨૫૦૨૭૦, મામલતદાર કચેરી-ભચાઉ ફોન નં.૦૨૮૩૭-૨૨૪૦૨૬, મામલતદાર કચેરી-રાપર ફોન નં.૦૨૮૩૦-૨૨૦૦૦૧, મામલતદાર કચેરી-નખત્રાણા ફોન નં.૦૨૮૩૫-૨૨૨૧૨૪, મામલતદાર કચેરી-નલીયા ફોન નં.૦૨૮૩૧-૨૨૨૧૩૧ અને મામલતદાર કચેરી-દયાપર ફોન નં.૦૨૮૩૯-૨૩૩૩૪૧ પર સંપર્ક સાધવા જિલ્લા પુરવઠા અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

(11:54 am IST)