Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ગેલેકસી ગ્રુપ (રાજકોટ) દ્વારા મોટીપાનેલીમાં બે ઓટોમેટીક ઓકિસજન મશીન અર્પણ

મોટીપાનેલી તા.૧૧ : મોટી પાનેલીમાં વધતા જતા કોરોનાં કહેર અને કોરોનાંથી થતા મૃત્યુને લઈને પ્રજામાં ભારે ભય છવાયેલો છે અત્યાર સુધી પાંચસો ઉપર જેટલાં કોરોનાં કેસ આવી ચુકયા છે જેમાં ગંભીર દર્દીઓ ને શહેરની હોસ્પિટલમાં દાખલ કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી હોય કયાય બેડ ખાલી ના હોવાને લીધે દર્દીઓ ના સ્વજનો જયાં ત્યાં ભટકતા નજરે પડતા હોય છે.

ગરીબ કે માધ્યમ વર્ગના લોકો તો મહામારી સામે રામભરોસે હોય તેવું લાગતું હતું તંત્ર તરફથી કોઈ સુવિધા ગંભીર દર્દીઓ ને ઉપલબ્ધ ના થતી હોય ગામ આગેવાનો સ્થાનિક સંસ્થાઓ તેમજ વતનપ્રેમી દાતાઓ આગળ આવી ગંભીર પરિસ્થિતિ ને પહોંચી વળવા બનતી કોશિશ અને મહેનત કરી રહ્યા હોય ત્યારેજ મોટી પાનેલીના મૂળ વતની એવા ભાલોડીયા પરિવાર ગેલેકસી ગ્રુપ રાજકોટ તરફથી ખરા સમયે વતનની વહારે સૂત્ર ને સાબિત કરી મોટી પાનેલીને બે ઓટોમેટિક ઓકિસજનમશીન અર્પણ કરેલ છે સાથેજ ગેલેકસી ગ્રુપ તરફથી કોરોનાં પેસન્ટ ને આરોગ્ય વર્ધક ફ્રુટકીટ પણ અપાઈ રહી છે.જે તમામ કામગીરી મોટી પાનેલી દૂધમંડળી મારફત અશોકભાઈ પાંચાણી બાલુભાઈ વિંઝુડા મહેન્દ્રભાઈ ભાલોડીયા વિમલભાઈ વાધરીયા દ્વારા થઇ રહી હોય કોરોનાં પેસન્ટ ને મોટી રાહત મળી છે આવા વતનપ્રેમી દાતાઓ નો પાનેલીની જનતા ખુબ ખુબ આભાર વ્યકત કરી ધન્યવાદ અર્પિત કરી રહી છે.

(11:49 am IST)
  • મંગળવારે બપોરે પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં તોફાન અને ભારે વરસાદને કારણે આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી. હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વીજળી પડવાથી અને કલાકે 50 કિલોમીટરની ઝડપે થયેલ ધૂળના તોફાનને કારણે કોલકાતા, ઉત્તર 24 પરગણા, નાદિયા, મુર્શીદાબાદ, બાંકુરા, પૂર્વી બર્ધમાન, પશ્ચિમ મેદનીપુર, બીરભૂમ અને પુરૂલિયા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. access_time 11:57 pm IST

  • દેશના ૧૪ મોટા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન: ગુજરાત આંધ્ર અને પશ્ચિમ બંગાળ માત્ર આ ત્રણ મોટા રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન નથી, રાત્રિ કરફ્યુ અને કેટલાક નિયંત્રણો અમલમાં, ગુજરાત સરકાર આજે મોડેથી કોઈક નિર્ણય લ્યે તેવી સંભાવના દેશના ચૌદ મોટા રાજ્યોએ તેમના તેમને ત્યાં સંપૂર્ણ લોકડાઉન લાદી દીધું છે, હવે માત્ર ગુજરાત, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ ત્રણ જ મોટા રાજ્યો રહ્યા છે જ્યાં નાઈટ કફર્યું અને કેટલાક નિયંત્રણો લાગુ કરાયા છે, પરંતુ આ ત્રણ રાજ્યોમાં કોઈ જ લોકડાઉન લાદવામાં આવ્યું નથી. વડાપ્રધાનશ્રીએ વારંવાર કહ્યું છે કે લોકડાઉન છેલ્લા ઉપાય તરીકે લાદવામાં આવે. આજે તેલંગાણા રાજ્યએ પણ આવતીકાલથી અમલી બને તે રીતે દસ દિવસનું લોકડાઉન લાદી દીધું છે. જો કે લોકોની સુવિધા માટે સવારે ૬ થી ૧૦ તમામ કામકાજ ચાલુ રાખવાની છૂટ આપી છે: *ન્યૂઝફર્સ્ટ access_time 4:51 pm IST

  • હરિયાણા પોલીસે મંગળવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક મહિલા પર બળાત્કાર કેસમાં છ આરોપીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં રચાયેલી એસઆઈટીએ ખેડૂત નેતા અને સ્વરાજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અને એક આરોપી મહિલાની પણ મંગળવારે સાંજ સુધી પૂછપરછ કરી હતી. આ કિસ્સામાં, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ આ જાતીય હુમલા અંગે અજાણ હતા. access_time 12:00 am IST