Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મોરબીમાં ચાલીને નોકરીએ જઇ રહેલા લાલપરના પ્રોૈઢનું 'હિટ એન્ડ રન'માં મોત

મુળ બિહારના બિનોદકુમારને બાઇક ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: મોરબીના લાલપરમાં રહેતાં અને મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે ફેકટરીમાં નોકરી કરતાં મુળ બિહારના બિનોદકુમાર રાજેન્દ્રકુમાર શર્મા (ઉ.વ.૫૭)નું હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજ્યું છે.

બીનોદકુમાર ગઇકાલે સાંજે નાઇટ ડ્યુટી હોઇ મહેન્દ્રનગર ચોકડીએ ચાલીને જતાં હતાં ત્યારે એક બાઇક ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પરિવારજનો હાલ કલોલ રહે છે. પોતે લાલપર રહી નોકરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:03 am IST)