Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોડીનારના દેવળી ગામમાં એક મહિનામાં કોરોનાથી ૨૫ મોત

ગ્રામ્યવિસ્તારોમાં મહામારીએ હાહાકાર મચાવ્યો : જો કે અઠવાડિયાથી કેસ ઘટતા રાહત

(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા.૧૧: હાલ સમગ્ર દેશમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ કોરોના એ હાહાકારી મચાવી છે. કોરોનાની બીજી લહેર આટલી ઘાતક સાબિત થશે તેની સરકાર સહિત દેશના નાગરિકો પણ અજાણ હતા તેવા આ મહામારી ની બીજી લહેરે તો શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે સંક્રમણ ફેલાવ્યું છે જયાં જોઈએ ત્યાં દવા,ઇન્જેકશન, ઓકિસજનની કમીને લીધે અને અપૂરતી સારવારના કારણે લોકો ટપોટપ મારી રહ્યા છે સ્મશાનોના કતારો લાગી છે. સરકાર સબ સલામતના નારા પોકારી રહી છે. ગામે ગામ લોકો સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે.

કોડીનારની એકદમ નજીકના દેવળી(દેદાજી) ગામના ઉપ સરપંચ ઉદયસિંહ મોરીના જણાવ્યા પ્રમાણે દેવળી ગામની ૧૨હજારની વસ્તીમાં છેલ્લા ૧માસમાં અંદાજે ૪૫૦થી પણ વધુ લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા હતા જે પૈકી હાલ ૨૦ લોકો અલગ અલગ હોસ્પિટલો માં સારવાર હેઠળ છે. તેમજ અંદાજે ૨૦૦લોકો હોમ કવોરન્ટાઇન છે અને સારવાર લઇ રહ્યા છે. તેઓ એ ભારે હૈયે કીધુ હતું કે છેલ્લા ૧ માસમાં દેવળી ગામના ૨૫ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.છેલ્લા એક સપ્તાહથી નવા કેસો માં ઘટાડો જોવા મળ્યો છે.તેઓ એ ખાસજણાવેલ કે મુખ્ય તકલીફ તો એ છે કે ગામ માં કોરોના ટેસ્ટીંગ માટે કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી જેથી કરીને ગ્રામથી નજીક આવેલ કોડીનાર ખાતે ટેસ્ટીંગ માટે જવું પડે છે અને ત્યાં પણ રેપીડ ટેસ્ટની કિટો ખાલી હોય આર. ટી.પી.સી.આર ટેસ્ટ બપોર બાદ કરતાં નથી લોકોને ધક્કા થાઈ છે. ટેસ્ટ ન થવાથી સંક્રમણ પણ વધુ ફેલાઈ છે.

૬૦% જેટલુજ રસીકરણ થયું છે. ગ્રામપંચાયત દ્વારા ૧૦બેડનું ઓકસીજન સાથેનું ઈસોલ્સન સેન્ટર ઉભું કરાયું છે સ્વૈચ્છિક લોકડાઉન આપેલું છે જેમાં બપોરે ૨.વગ્યા બાદ સજ્જડ બંધ રાખાયછે હજુ લોકોમાં કોરોનાનો ભય જોવા મળે છે.

આમ જોવા જાઈએ તો છેલ્લા એક માસની તુલના એ છેલ્લા ૧ અઠવાડિયામાં કેસોનું પ્રમાણ ઘટવામાં છે પણ હાલ ટેસ્ટીંગ માટે રેપીડકીટની અછતને લઈને ઘણા નવા કેસો સામેના આવતા હોવાનું પણ આ ત્રણ ગામના સરપંચો સાથે વાત કર્યા બાદ લાગી રહ્યું છે.

(10:59 am IST)