Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મોરબીમાં હવે મ્યુકરમાઇકોસિસના ઈલાજ માટેના ઇન્જેક્શનો ના મળતા હોવાથી દર્દીઓની હાલત કફોડી : પ્રજામાં રોષ.

મ્યુકોરમાઇકોરસિસના ઈલાજ માટે ઇન્જેક્શનોની અછત સર્જાતાં દર્દીઓની કફોડી હાલત

મોરબી : મોરબીમાં કોરોના પછી હવે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીએ જબરો ઉત્પાત મચાવ્યો છે ત્યારે રેમડીસીવર બાદ હવે મ્યુકોરમાઇકોરસિસના ઈલાજ માટેના ઇન્જેક્સનોની રામાયણ સર્જાઈ છે. મ્યુકરમાઇકોસિસના ઈલાજ માટે ઇજકેશનોની અછત સર્જાતાં દર્દીઓની કફોડી હાલત થઇ છે.
મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી મ્યુકરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. ખાનગી ડોકટરોના જણાવ્યા મુજબ મ્યુકોરમાઇકોરસિસના કેસ વધ્યા છે. પરંતુ આ બીમારીના ઈલાજ માટે ઉપયોગી ઇન્જેક્સનોની મોટી અછત ઉભી થઇ છે. કંપનીમાંથી ઇન્જેક્સનોની સપ્લાય ઓછી થઈ ગઈ છે. આ બીમારીના ઈલાજ માટે એમ્ફોટેવીટીંન બી નામના ત્રણ પ્રકારના ઇન્જેક્સનો આવે છે. જેમાં એક સાદું ઇન્જેક્સનનો ભાવ રૂ. 300 આસપાસ છે. જયારે અન્ય ઇન્જેક્સનના 1700 થી 7300 સુધીમાં મળે છે. દર્દીઓને રોજ સાત ઇન્જેક્શન આપવાના હોય છે. પરંતુ એક અઠવાડિયાથી મોરબીના એકપણ મેડિકલ સ્ટોરમાં આ ઇન્જેક્સન મળતા ન હોવાનું ડોકટરોનું કહેવું છે. એટલે હાલ બહારના શહેરોમાંથી આ ઇન્જેક્શનો મંગાવવા પડે છે.
મ્યુકોરમાઇકોરસિસથી અત્યાર સુધીમાં એકનું મોત થયું છે. જેમાં મોરબીના બગથળા ગામના એક મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મ્યુકોરમાઇકોરસિસના ઈલાજ માટેના ઇન્જેક્શનો વેંચીને કંપનીએ નફાખોરી કરવા રાતોરાત ભાવો વધારી દીધા છે. બે મહિના પહેલા જેની કિંમત 2500 રૂપિયા હતી. તે ઇન્જેક્શનોની કિંમત કંપનીએ રૂ. 7300 કરી નાખી છે. કંપનીએ તકનો લાભ લઈને ઇન્જેક્શનોમાં ભાવ વધારો કરી દેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
  ડો. હિતેશ પટેલે જણાવ્યું હતું કે ઇન્જેક્શનો મળતા ન હોય અને મોંઘા હોવાથી દર્દીઓના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિકક્ષ ડો. સરડવાએ જણાવ્યું હતું કે, સિવિલમાં એકપણ ઇજકેશન નથી. ઉપર 200 ઇન્જેક્શનોની ડિમાન્ડ કરી છે. પણ હજુ સુધી ઇન્કેકશનો આવ્યા નથી. જો કે સિવિલમાં આ બીમારીના એકપણ કેસ નથી. જ્યારે ડો. હિતેશ પટેલે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં રોજના 8 થી 10 કેસ આવે છે. છેલ્લા 20 દિવસમાં આ રોગના દર્દીઓ વધ્યા છે.

(9:41 am IST)