Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ગીર સોમનાથ જિલ્લામાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસ : કોડીનારમાં ૧ : ઉના પંથકમાં ૪ વ્યક્તિઓ ઝપટે

વેરાવળ : ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ આવતા દોડધામ મચી ગઇ છે.

આ પોઝીટીવ કેસો નોંધાયા છે તેમા કોડીનારમા -૧ અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર કેસ નોંધાયા છે

તેમજ આજરોજ 48 શંકાસ્પદ દર્દી ના સેમ્પલ લેવાયા છે તેમા સુત્રાપાડા-૦૬, કોડીનાર-૦૭, ગીરગઢડા-૦૩, વેરાવળ-૧૦, તાલાળા-૧૦ અને ઉના-૧૨ સહિત ૪૮ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે. 

ઉનાના જે ચાર કોરોનાવાયરસ ના કેસ નોંધાયા છે એમાં એક દેલવાડા, સોનારી, વાવરડા અને વાવરડા વાડી વિસ્તારમાં છે.

(6:30 pm IST)