Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

સાવરકુંડલા નજીકથી સૌરાષ્ટ્રને ધમરોળતી તસ્કર ગેંગ ઝડપાઈઃ અનેક ચોરીનો ભેદ ઉકેલાશે

અમરેલી, તા. ૧૧ :. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા-આંબા ગામ જવાના રસ્તે પોલીસને મળેલી બાતમીના આધારે ત્રાટકી અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં અલગ અલગ સ્થળે ચોરી કરી ટુવ્હીલ - શો રૂમ, દુકાનો, ફોરવ્હીલ, દેશી બનાવટની બંદુક, દારૂ ગોળો સહિત મુદ્દામાલ મળી કુલ કિં. રૂ. ૯,૫૯,૯૫૫નો મુદ્દામાલ જપ્ત પોલીસે કર્યો હતો.

આ રેડ દરમિયાન પોલીસે દંગામાં રહેતા સતાર ઉર્ફે સંતારીયો કાળુ મોરી (ડફેર) રે. જૂનાગઢ હાલ જીરા, અલી ઉર્ફે અલીયો ઈબ્રાહીમ લાડક (ડફેર) રે. દાંતરડી, રસુલ ઉર્ફે અયુલીયો સલીમ લાડક (ડફેર), સિરાજ દિનમહમદ મોરી, હુસેન ઉર્ફે ગુડીલો શેરખાન લાડક, રઘુ બળવંત ચૌહાણ રે. રૂપાવટી નામના શખ્સોને ઝડપી લીધા હતા.

ઉપરોકત તસ્કર ગેંગે સૌરાષ્ટ્રભરમાં ગેંગ બનાવી અલગ અલગ સ્થળેથી ચોરી કરી કબુલાત પોલીસની પ્રાથમિક પુછપરછમાં આપી હતી.

ચોરીનો મુદ્દામાલ બે અલગ અલગ દંગામાંથી પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસને હજુ અનેક ચોરીનો ભેદ ઉકેલવા આશા બંધાઈ છે.

લાઠીના ખોડીયારપરામાં ખૂની હુમલો

લાઠીના ખોડીયારપરામાં રહેતા લતાબેન રાજેશભાઈ વાઘેલાના ઘરની પાસે ગાળો બોલવા પ્રશ્ને રાકેશ પ્રકાશ વાઘેલા, પ્રકાશ મશરૂ વાઘેલા નામના શખ્સોએ ઘરમાં પ્રવેશી પાઈપનો એક ઘા મારવા જઈ રાજેશભાઈને પેટના ભાગે છરીનો ઘા મારી જીવલેણ હુમલો કર્યાની ફરીયાદ લાઠી પોલીસમાં થવા પામી છે.

સનેડો ખાળીયામાં ઉતરી જતા મોત

અમરેલીમાં રહેતા રાજેશ મનુભાઈ રામાણીના કુટુંબીક ભાઈ રાજેશ ગુનુભાઈ રામાણી નાના માચીયાળા નજીકથી સનેડો લઈ જતા હોય ત્યારે ખાળીયામાં ઉતરી જતા ઈજા થતા તેનુ મોત નિપજ્યુ હતું.

(2:08 pm IST)
  • જો જીન્હા વડાપ્રધાન બનત તો દેશના બે ટુકડા ના થતા :ભાજપના ઉમેદવારે નવો રાગ આલાપ્યો :મધ્યપ્રદેશના રતલામ-ઝાબુઆથી ભાજપના ઉમેદવાર ગુમાનસિંહ ડામોરે વિવાદી નિવેદન કરતા કહ્યું કે આઝાદી પછી જો નહેરુ જીદ ના કરી હોત તો દેશના બે ટુકડા ના થાત :તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે મોહમ્મ્દ જીન્હા એક એડવોકેટ,એક વિદ્વાન વ્યક્તિ હતા :એ સમયે નિર્ણંય લેવાયો હોત તો આપણા પીએમ જીન્હા બનશે તો દેશના બે ભાગ નહિ પડત : access_time 1:07 am IST

  • ટ્યુનિશિયામાં હોડી ડૂબી જતા 70 પ્રવાસીઓના મોત :ટ્યૂનિશિયાના સફાક્સ પ્રાંતમાં સ્થિત એક કિનારાથી 4 માઈલ દૂર નાવ ડૂબી જતા તેના પે સવાર ઉપ સહારાઈ મૂળના અવૈધ પ્રવાસીઓના મોત નિપજ્યા: સ્થાનિક મીડિયા મુજબ માછલી પકડવાવાળી નાવ અને માછીમારોએ 16 પ્રવાસીઓને બચાવ્યા છે access_time 1:23 am IST

  • સુરતના પલસાણાના કરણ ગામે યુવક સાથે સાધુવેશમાં આવેલા બે શખ્શોએ આચરી છેતરપીંડીઃ પહેલા દક્ષિણા માંગી પછી ધમકાવી રૂ.૧૫ હજાર પડાવ્યાઃ લોકોએ બંને સાધુને પકડી પોલીસને સોંપ્યા access_time 3:43 pm IST