Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

જામનગરમાં લેઉવા પટેલ સમાજના જ્ઞાતિ ભોજનમાં ૪૧ હજાર જ્ઞાતિજનોની ઉપસ્થિતિ

જામનગર : શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ ખાતે શુક્રવારે લેવા પટેલ સમાજનું સમૂહ જ્ઞાતિ ભોજન યોજાયું હતું. આ જ્ઞાતિ ભોજનના કાર્યક્રમમાં ૪૧ હજાર જેટલા જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વસતા લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનોએ સમૂહ ભોજન કરી જેના અન્ન ભેગા એના મન ભેગા ના સૂત્રને ચરિતાર્થ કર્યું હતું.લેઉવા પટેલ સમાજના સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસંગે સમાજના મોભીઓ દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવી કુરિવાજો ત્યજી નવી દિશા તરફ જ્ઞાતિની આવનારી પેઢીને રાહ ચીંધી સમાજ દ્વારા રાષ્ટ્ર નિર્માણની પહેલ કરવા પણ આહ્વાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી આર. સી. ફળદુ, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતિષ પટેલ, જયંતિભાઈ સભાયા, સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, પૂર્વ પ્રમુખ ગંગદાસભાઈ કાછડિયા, રામજીભાઈ ગઢિયા, ટ્રસ્ટી ગોરધનભાઈ રાબડીયા,રમેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ વાસા વીરા વાડી ખાતે સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા,ઉપપ્રમુખ અરજણભાઈ સોજીત્રા, મંત્રી અશોકભાઈ ચોવટિયા, સહમંત્રી રમેશભાઈ વેકરીયા, ખજાનચી લવજીભાઈ વાદી,જે.સી.વિરાણી, મનસુખભાઇ ભંડેરી, વૃદાવનભાઈ અજુડિયા, મગનભાઈ ચાંગાણી, કિંજલ કારસરીયા સહિતના ટ્રસ્ટી, હોદેદારો અને વિવિધ સમિતિઓ કાર્યકરો દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. લેઉવા પટેલઙ્ગ સમાજના સમુહ ભોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં ફાળા સમિતિમાં હરિભાઈ કોડીનારિયા, ગિરધરભાઈ અજુડિયા, સૂચના અને માહિતી સમિતિમાં ચમનભાઈ વસોયા, ઘનશ્યામભાઈ અજુડિયા, ભોજન રસોડા સમિતિમાં મગનભાઈ ચાંગાણી, સતિષભાઈ સરધારા, કાનજીભાઈ ચીખલીયા,નાનજીભાઈ પણસારા, ભોજન કાઉન્ટર સમિતિમાં અરવિંદભાઈ વિરાણી,સંજયભાઈ મૂંગરા, દિનેશભાઇ તાળા, પાણી અને છાશ વ્યવસ્થા સમિતિમાં મુકેશભાઈ વસોયા, યોગેશભાઈ સોજીત્રા, લાઈટીંગ સમિતિમાં ધીરુભાઈ ચોવટિયા, પરેશભાઈ સાંગાણી, જીતુભાઇ લીંબાસિયા,મીડિયા કેબલ જાહેરાત સમિતિમાં કિંજલભાઈ કારસરીયા, હિરેનભાઈ હીરપરા, આરોગ્ય સમિતિમાં ડો. આર.એચ.સાવલિયા, સુશોભન સમિતિમાં હિતેશ સંઘાણી, કિરીટભાઈ પણસારા, વાસણ સમિતિમાં સુરેશભાઈ ચોવટિયા, રતિલાલ રાબડીયા, રિઝર્વ સમિતિમાં ભવાનભાઈ આણદાણી, વિનોદભાઈ મુંગરા, મહિલા ભોજન કાઉન્ટર સમિતિમાં રશ્મિબેન રાબડીયા, દક્ષાબેન સંઘાણી, મંજુલાબેન રાબડીયા, મહિલા વિભાગ ફાળા સમિતિમાં રીકલબેન પાંભર,ધર્મિષ્ઠાબેન પણસારા, પાર્કિંગ સમિતિમાં જેન્તીભાઈ દોગા, શૈલેષભાઈ ડોબરીયા, સુરક્ષા સમિતિમાં મુકેશભાઈ પ્રાગડા, મનસુખભાઈ પટોડીયા, વિપુલભાઈ હિરપરા, બ્રાઉન વ્યવસ્થા સમિતિ માં જયેન્દ્રભાઈ મુંગરા, મનસુખભાઈ પટોડીયા, ફોટોગ્રાફી અને વિડિયો રેકોર્ડિંગ માટે સહેલી સ્ટુડિયોના કમલેશભાઈ પટેલ ઉપરાંત જય કેબલ દ્વારા લાઈવ-ટેલીકાસ્ટ માટે સેવાઓ આપવામાં આવી હતી. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(2:04 pm IST)
  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST

  • અમેરિકા સાથે વ્યાપાર વાતચીતનો દોર તૂટ્યો નથી પરંતુ સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં :ચીને કહ્યું કે વોશિંગટનમાં વ્યાપાર વાર્તામાં ચીન પોતાના સિદ્ધાંતોમાં રાહત નહિ આપે access_time 1:01 am IST

  • સુરતના પલસાણાના કરણ ગામે યુવક સાથે સાધુવેશમાં આવેલા બે શખ્શોએ આચરી છેતરપીંડીઃ પહેલા દક્ષિણા માંગી પછી ધમકાવી રૂ.૧૫ હજાર પડાવ્યાઃ લોકોએ બંને સાધુને પકડી પોલીસને સોંપ્યા access_time 3:43 pm IST