Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

જામનગર ખીજડા મંદિરે માનવ સેવા પ્રકલ્પ અંતર્ગત આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ

જામનગર : પ્રમાણી સંપ્રદાયના ખીજડા મંદિર ખાતે આરોગ્ય કેન્દ્રનો શુભારંભ થયો. આ આરોગ્ય કેન્દ્રમાં એલોપેથીક, આર્યુવેદ, હોમીયોપેથીક, ફીજીયોથેરાપીસ્ટ, ડેન્ટલ, યોગ સહિતની સારવાર મળી રહે તે હેતુ થી એક જ સંકુલમાં બધી સારવાર ઉપલબ્ધ થાય અને દર્દીને સવલત મળે તે હેતુ થી વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો પ.પૂ. આચાર્યશ્રી કૃષ્ણમણીજી મહારાજ, મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટે. ચેરમેન સુભાષભાઈ જોશી, સમર્પણ હોસ્પીટલના ટ્રસ્ટી વસ્તાભાઈ,  ભાયાભાઈ, ખીજડા મંદિરના ટ્રસ્ટી નવીનભાઈ, ગોપાલભાઈ વસોયા, આર્યુવેદ યુનિ. ના ડાયરેકટર  ડો. અનુપ ઠાકર, સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. ગૌરવ ગાંધી, ડો. જય ભટ્ટ, ડો. મનીષ ભટ્ટ, ડેન્ટલ કોલેજના ડો. નયનાબેન પટેલ, ડો. વસોયા સાહેબ, હોમીયોપેથીક એસોસીએસનના ડો. પીયુષ ભંડેરી, ડો. જાગીન જોષી  સહિતના મહાનુભાવોએ દિપ પ્રાગટય કર્યુ હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, પ્રો. આશર સાહેબ, ડો. જોગીન જોષીએ ઉદ્બોધન કર્યુ હતું પ.પૂ. મહારાજશ્રી એ આર્શી વચન કર્યુ હતું. આભાર દર્શન મેનેજીંગ ટ્રસ્ટી નવીનભાઈએ કર્યુ હતું. તેમજ સંચાલન સ્વામી લક્ષ્મણદેવ મહારાજે કર્યુ હતું. આરોગ્ય કેન્દ્રમાં સવારે એલોપેથીની ઓ.પી.ડી. અને સાંજે આર્યુવેદ ઓ.પી.ડી. ની સારવાર રોજ મળશે. હોમિયોપેથી ઓ.પી.ડી. ની સારવાર રોજ બપોરે મળશે. ફીજીયોથેરાપી ની સારવાર સવાર – સાંજ રોજ મળશે. સપ્તાહમાં એકવાર અલગ – અલગ નિષ્ણાંત તબીબોની સારવાર મળશે. સુપર સ્પેશ્યાલીસ્ટ વિભાગમાં મહિનામાં એકવાર સુપરસ્પેસ્યાલીસ્ટો સેવા આપશે. ગોઠણના સાંધા અને કરોડરજજુના નિષ્ણાંત ડો. સમીર આસર અને ડો. રોમીન સંઘવી સપ્તાહમાં એકવાર તેમની સેવા આપશે. ગુજરાત આર્યુવેદ યુનિ. તરફથી દર મહિને એક વખત નિદાન કેમ્પ કરવામાં આવશે અને રીસર્ચ કાર્યમાં સહયોગ મળશે. આચાર્ય મહારાજશ્રી દ્વારા મેનેજમેન્ટ કમિટિની રચના કરવામાં આવી જેમાં સ્વામી લક્ષ્મણદેવ મહારાજ, ડો. જોગીન જોષી, ડો. મનીષ ભટ્ટ, ડો. પંડયાબનો સમાવેશ થાય છે. આ ઉઘ્ઘાટન કાર્યક્રમમાં જામનગરના તબીબો, સામાજીક સંસ્થાના આગેવાનો, પ્રણામી સંપ્રદાયના જામનગર અને રાજકોટથી અનેક સુંદરસાથ ઉપસ્થિત રહયા હતા. જેમાં વિશેષ ધીરૂભાઈ સાવલીયા, તુલસી શાસ્ત્રી, પરેશભાઈ કોરાટ, પરેશભાઈ ચાંગાણી, સુરેશભાઈ રૂપારેલીયા, શિવાભાઈ ઠુંમર, સાંસદ પુનમબેન માડમે શુભેચ્છા પાઠવી હતી.

(2:03 pm IST)
  • અમેરિકા સાથે વ્યાપાર વાતચીતનો દોર તૂટ્યો નથી પરંતુ સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં :ચીને કહ્યું કે વોશિંગટનમાં વ્યાપાર વાર્તામાં ચીન પોતાના સિદ્ધાંતોમાં રાહત નહિ આપે access_time 1:01 am IST

  • દિલ્હી-ભુનેશ્વર રાજધાની એકસપ્રેસમાં આગ લાગવાથી ડ્રાઇવરે જનરેટર કોચને ટ્રેનથી છુટો કર્યોઃકોચ-બી-૧ સુધી પહોંચી હતી આગઃ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી access_time 3:44 pm IST

  • કેદારનાથના વાતાવરણમાં પલટો :હળવો હિમપ્રપાત :ઠંડીમાં વધારો :ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હવામાનમાં પલટો :હળવા વરસાદ સાથે હિમપાતથી ઠંડીમાં વધારો;આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તેજ આંધી ફુંકાવવાની આગાહી access_time 12:55 am IST