Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ...

શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર – કચ્છના શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવમાં ગૌ સેવા માટે ૭ લાખનો ચેક અર્પણ...

ગરવા ગુજરાતના સ્વિત્ઝરલેન્ડથી સુપ્રસિદ્ધ કચ્છ જિલ્લાના પાટનગર ભુજ તાલુકા પાસે આવેલું માધાપર આદર્શ ગામ. આ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આશ્રિત શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરને ૭૦ વર્ષ પૂર્ણ થતાં  શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. પ્રથમ દિનની સલૂણી સંધ્યાએ દુષ્કાળ ગ્રસ્ત ગૌમાતાઓના લાભાર્થે “ભક્તિ સંધ્યા” નું આયોજન કરવામાં આવ્યું હતું. એમ.એસ.વી. હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં હકડેઠઠ મેદની વચ્ચે ગૌ સેવા માટે ૭ લાખનો ચેક શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વરદ હસ્તે માધાપરના પૂર્વ સરપંચ અરજણભાઈ ભુડિયા, માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળના પ્રમુખ જયંતભાઈ કરશનભાઈ માધાપરિયા, ભુજ તાલુકા ઉપપ્રમુખ હિતેશભાઈ ખંડોલે  ચેક સ્વીકાર્યો હતો. મહોત્સવના યજમાન શ્રી વેલજીભાઈ ઝીણાભાઈ ગોરસિયા પરિવાર હતા.

ગુજરાતમાં ભક્તિ સંગીત ક્ષેત્રે કચ્છી ગૌરવ કિર્તીભાઈ જાદવજીભાઈ વરસાણી – સંગીતકારના સફળ આયોજનમાં પ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીર, ગીતાબેન રબારી, મુકેશ ફેઈમ મુક્તાર શાહ, ફિરોજ લાડકા, જાહ્નવી જોશી, હરગુન કૌર, નિકિતા વાઘેલા, નઈમ દાફરાની સહિતનાની ભક્તિરસ સભર મધુર કંઠે ગવાયેલ કર્ણપ્રિય ભક્તિ કીર્તનોની પ્રસ્તુતિથી સંગીતપ્રેમીઓના દિલ જીતી લીધ્યા હતાં. ગૌ સેવા ફંડનો વરસાદ માધાપર સહીત ભુજના શહેરીજનોએ વરસાવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના બહોળી સંખ્યામાં સંતોની સાક્ષીમાં માધાપરની સલૂણી સાંજ સૂરીલી બની હતી.

(12:08 pm IST)
  • સીમા પર ભારતીય કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠયું : વાતચીત માટે પગે પડયું : ભારતે નિરંતર દબાણ વધારતા પાકિસ્તાને સરહદ પરનું ટેન્શન હળવું કરવા અપીલ કરી છે : પાકિસ્તાની આર્મીએ આ ઓફર કરી છે : પાકિસ્તાને આ ઓફર સંચારની ચેનલો મારફત કરી છે : ડીજીએમઓએ વાતચીતની ઓફર કરી છે access_time 3:22 pm IST

  • સુરતના પલસાણાના કરણ ગામે યુવક સાથે સાધુવેશમાં આવેલા બે શખ્શોએ આચરી છેતરપીંડીઃ પહેલા દક્ષિણા માંગી પછી ધમકાવી રૂ.૧૫ હજાર પડાવ્યાઃ લોકોએ બંને સાધુને પકડી પોલીસને સોંપ્યા access_time 3:43 pm IST

  • કેદારનાથના વાતાવરણમાં પલટો :હળવો હિમપ્રપાત :ઠંડીમાં વધારો :ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હવામાનમાં પલટો :હળવા વરસાદ સાથે હિમપાતથી ઠંડીમાં વધારો;આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તેજ આંધી ફુંકાવવાની આગાહી access_time 12:55 am IST