Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

કોટડાસાંગાણી મામલતદારને આવેદનપત્ર

કોટડાસાંગાણી : તાજેતરમાંજ અમદાવાદના બાવળામા ત્રણ નરાધમોએ દલીત સમાજની સગીર યુવતીનુ બળજબરી પુર્વક બદકામ કરવાને ઈરાદે અપહરણ કરી લઈ જઈ આઠથી દસ તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી હત્યા કરેલી હોઈ જેના પ્રત્યાઘાત પુરા ગુજરાતમા પડેલા હોઈ ત્યારે કોટડાસાંગાણી મામલતદારને રામોદના દલીત અગ્રણી મનસુખ રાઠોડે સહીતનાઓએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે દલીત સગીરનુ ધોળા દિવસે અમદાવાદના બાવળામા સરાજાહેર અપહરણ કરી બળજબરી પુર્વક બદકામ કરવાના ઈરાદે ઉપાડિ ગયેલા હતા અને તરૂણી તાબે ન થતા તેની બેરહેમી પુર્વક હત્યા નીપજાવી નાખી હતી. તેથી આરોપીઓ વીરૂધ્ધ કડક કાર્યવાહી ની માંગ કરી હતી જો કડક પગલા નહી લેવાઈ તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. (તસ્વીર : કલ્પેશ જાદવ)

(11:40 am IST)
  • બે દિવસ થન્ડર સ્ટોર્મની રહેશે અસરઃ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડયોઃ અંબાજી, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ : ઉતર ગુજરાતમાં વરસાદી માહોલના કારણે ગરમીમાં વરસાદી ઝાપટાથી ગુજરાતીઓને મળી રાહતઃ હજુ આગામી ૨૪ કલાક દરમિયાન ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહીઃ ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદઃ કેટલાક વિસ્તારોમાં વીજપોલ પડવાથી લાઇટો ગુલઃ ભારે પવનના કારણે કાચા મકાનોને નુકશાનઃ વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું: પોશીનામાં પણ મોડી રાત્રે વરસાદ access_time 3:22 pm IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST

  • સુરતના પલસાણાના કરણ ગામે યુવક સાથે સાધુવેશમાં આવેલા બે શખ્શોએ આચરી છેતરપીંડીઃ પહેલા દક્ષિણા માંગી પછી ધમકાવી રૂ.૧૫ હજાર પડાવ્યાઃ લોકોએ બંને સાધુને પકડી પોલીસને સોંપ્યા access_time 3:43 pm IST