Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ગોંડલના ભોજપરા ગામે સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટની કરોડોની કિંમતની ગૌશાળાની જમીનની બાબતે ટ્રસ્ટીઓ આમને-સામને

સાત વર્ષ પહેલા આઠ એકર જમીન આશરે ૯ કરોડમાં વેચવામાં આવી હતી જેની સામે ખરીદનારે : માત્ર એક કરોડ રૂપિયા જ મંદિર ને આપ્યા હતા અને સંતોને ભોળવી ગૌશાળામાં ટ્રસ્ટી બની બેઠા હતા

ગોંડલ તા. ૧૧ : ગોંડલ નાની બજાર ખાતે આવેલ સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટની ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભોજપરા પાસે આવેલ ગૌશાળાની કરોડો રૂપિયાની કિંમતી જમીનની બાબતે ટ્રસ્ટીઓ આમનેસામને આવતા અને ચેરિટી કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના તક્ષશિલા સોસાયટીમાં રહેતા અને સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જેન્તીભાઈ રવજીભાઈ મોણપરા એ ચેરિટી કમિશનર સમક્ષ સુરતના મગનલાલ મનજીભાઈ સભાયા, જાદવભાઈ જેરામભાઈ ચાવડા વિરૂદ્ઘ ફરિયાદ કરી જણાવ્યું હતું કે ગોંડલ સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા સાત વર્ષ પહેલા આઠ એકર જમીન આશરે આઠ કરોડ એસી લાખમાં મગનલાલ સભાયાને વેચાણ કરવામાં આવી હતી અને તે જમીન પેટે માત્ર એક કરોડ રૂપિયા અપાયા હતા, બાકીની રકમ આપવામાં આવેલ ન હતી, ત્યારબાદ મગનલાલ સભાયા અને જદવભાઈ ચાવડા એ સંતોને ભોળવી ટ્રસ્ટી બની જઈ ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરી જમીનનું સાટાખત કરાવી નાખેલ છે, આ ઉપરાંત મગનલાલ સભાયા દ્વારા જૂનાગઢના જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરની માલિકીની જમીન ન હોવા છતાં પણ ખોટું કરી મંદિર ને બદનામ કરે છે, તો તાકીદે યોગ્ય પગલા લેવા અંતમાં માંગ કરી હતી. અને આ સંપૂર્ણ મામલો ગુજરાત રેવન્યુ ટિવ્યુનલમાં પહોંચવામાં પામ્યો છે.

ગોંડલ નાની બજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા ટ્રષ્ટિ મગનભાઈ સભાયા ને રૂ. ૨૫ લાખ પરત કરી આપવામાં આવ્યા હતા ત્યારે ચોરડીની જમીનનું સાટા ખત રદ કરવી મંદિર પાસેથી ત્રણ કરોડ કરેલ છે, ભોજપરા ગૌશાળા નું સાટા ખત ૮ કરોડ ૮૦ લાખમાં થયું હતું તેમાં ૧ કરોડ ૧૦ લાખ અપાયા હતા. ઉપરોકત તમામ કાર્યવાહીમાં ચેરિટી કમિશનર ની કોઈ પરવાનગી લેવામાં આવી નથી, સંત સ્વામી દ્વારા તા. ૨૧-૯-૨૦૧૬ ના ચેરિટી કમિશ્નર અમદાવાદે ટ્રષ્ટ સ્યુટ નંબર ૧/૧૫ દાખલ કરેલ હોય તેથી નવા કોઈ ટ્રષ્ટિ નીમી શકાય નહીં તેવી અરજી કરી હોવાનું જેન્તીભાઈ મોણપરા એ જણાવ્યું હતું.

(11:39 am IST)
  • સીમા પર ભારતીય કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠયું : વાતચીત માટે પગે પડયું : ભારતે નિરંતર દબાણ વધારતા પાકિસ્તાને સરહદ પરનું ટેન્શન હળવું કરવા અપીલ કરી છે : પાકિસ્તાની આર્મીએ આ ઓફર કરી છે : પાકિસ્તાને આ ઓફર સંચારની ચેનલો મારફત કરી છે : ડીજીએમઓએ વાતચીતની ઓફર કરી છે access_time 3:22 pm IST

  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST

  • જો જીન્હા વડાપ્રધાન બનત તો દેશના બે ટુકડા ના થતા :ભાજપના ઉમેદવારે નવો રાગ આલાપ્યો :મધ્યપ્રદેશના રતલામ-ઝાબુઆથી ભાજપના ઉમેદવાર ગુમાનસિંહ ડામોરે વિવાદી નિવેદન કરતા કહ્યું કે આઝાદી પછી જો નહેરુ જીદ ના કરી હોત તો દેશના બે ટુકડા ના થાત :તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે મોહમ્મ્દ જીન્હા એક એડવોકેટ,એક વિદ્વાન વ્યક્તિ હતા :એ સમયે નિર્ણંય લેવાયો હોત તો આપણા પીએમ જીન્હા બનશે તો દેશના બે ભાગ નહિ પડત : access_time 1:07 am IST