Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

થાનના રાતુડીના ઢાર પાસે દીપડો દેખાયો

વઢવાણ તા. ૧૧ : થાનમાં મંડાવ વન વિસ્તારમાં આવેલી રાતુંડી ધાર પાસે એક ખૂંખાર દીપડાના દર્શન સ્થાનિક લોકોને થાય હતા. આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દીપડો પહાડી વિસ્તારમાંથી આવીને રાતુડી ધાર નજીક પહોંચ્યો હતો.

ત્યાં ના સ્થનિકો દ્વારા દીપડાને સહી સલામત જંગલી વિસ્તારમાં જવા દેવામાં આવ્યો હતો. દિપડાને સ્થાનીકોએ કેમેરામાં કેદ કરી વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વિડીયો જોતાં સાબિત થાય છે કે માંડવ વન વિસ્તારમાં ખુંખાર દિપડાના હજુ પણ વસાહત હોવાના સંકેત મળી આવે છે. માંડવ વન વિસ્તારોમાં આવેલી રાતુડી ધાર પાસે દિપડો દેખાતો સ્થાનિકોએ વિડીયોઙ્ગ વાયરલ કરતા લોકો માં ત્યાં જવા માટે ભય ફેલાયો છે.

(11:38 am IST)
  • હરભજનસિંહ અને લક્ષ્મણ આવ્યા ગંભીરના સમર્થનમાં :ક્રિકેટના મેદાનથી રાજનીતિની પીચમાં આવેલા ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે આપના ઉમેદવાર આતીષીએ લગાવેલ ગંભીર આરોપને હરભજનસિંહ અને લક્ષ્મણે પાયાવિહોણા ગણાવ્યા ;કહ્યું ગંભીર એવા પ્રકારનો નથી જે મહિલા વિરુદ્ધ આપત્તીજનક વાતો કરી શકે access_time 1:09 am IST

  • પાકિસ્તાનમાં વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ :પાકિસ્તાની ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ,ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ ) અને જૈશ એ મોહમ્મદ સાથે સબંધ રાખવાના આરોપસર વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો access_time 12:53 am IST

  • કેદારનાથના વાતાવરણમાં પલટો :હળવો હિમપ્રપાત :ઠંડીમાં વધારો :ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હવામાનમાં પલટો :હળવા વરસાદ સાથે હિમપાતથી ઠંડીમાં વધારો;આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તેજ આંધી ફુંકાવવાની આગાહી access_time 12:55 am IST