Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ભાવનગરમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૬ તથા ટાટા ઇન્ડીકા વિસ્ટા ફોર વ્હીલ કબ્જે

ભાવનગર : ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એચ.યાદવઙ્ગ એ પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ભરતનગર પો.સ્ટે ના પો.સબ.ઇન્સ આર.કે.સોલંકીઙ્ગ તથા ડી સ્ટાફ ના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પો.કોન્સ.સંજયભાઇ ચુડાસમા નાઓને દારૂનો જથ્થો લઇને રીંગ રોડ તરફથી ખારશી વિસ્તારમા શીતળામાના મંદિરની બાજુમાથી જવાના રસ્તે પસાર થવાનો છે જે હકિકત આધારે વોચ ગોઠવી સદરહુ ફોર વ્હીલ પાસાર થતા તેને રોકી ચેક કરતા ફોર વ્હીલ માંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૬ સીલપેક બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. કુલ કી.રૂ.૧૮,૦૦૦ તથા એક કાળા કલરનો સેમસંગ ડયુઓસઙ્ગ મોબાઇલ કિ.રૂ.૫૦૦ તથા સફેદ કલરની ફોર વ્હીલ ટાટા ઇન્ડીકા વીસ્ટા ગાડી નં. GJ 03 JR 3343 જેની કી.રૂ. ૧,૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૬૮,૫૦૦ના મુદામાલ કબ્જે લઇ મજકુર ફોર વ્હીલ ચાલક નાસી ગયેલ હોય મજકુરના વિરૂધધમા ધોરણસર તપાસ હાથ ધરેલ છે. આ કામગીરીમાં ડી સ્ટાફ હે.કોન્સ.વી.બી.ખુમાણ તથા એમ.એન.ચુડાસમા તથા પો.કોન્સ. ઇરફાનભાઇ અગવાન થતા પો.કોન્સ. નરેશભાઈ વાજા જોડાયા હતા.

(11:38 am IST)
  • બે દિવસ થન્ડર સ્ટોર્મની રહેશે અસરઃ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડયોઃ અંબાજી, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ : ઉતર ગુજરાતમાં વરસાદી માહોલના કારણે ગરમીમાં વરસાદી ઝાપટાથી ગુજરાતીઓને મળી રાહતઃ હજુ આગામી ૨૪ કલાક દરમિયાન ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહીઃ ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદઃ કેટલાક વિસ્તારોમાં વીજપોલ પડવાથી લાઇટો ગુલઃ ભારે પવનના કારણે કાચા મકાનોને નુકશાનઃ વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું: પોશીનામાં પણ મોડી રાત્રે વરસાદ access_time 3:22 pm IST

  • છત્તીસગઢના સુકમામા નકલસીઓએ કર્યો એલઇડી બ્લાસ્ટ : દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ access_time 3:43 pm IST

  • અમદાવાદમાં યુરિયા ખાતર ઝડપવા મામલે નારોલ પોલીસે ૨૦૦ થેલી યુરિયા ખાતર ઝડપ્યુ : હેપ્પી અને નિરોલી ગામના ખેતર અંગે પોલીસે તપાસ શરૂ કરી : દસકોઈના નિરોલી ગામેથી ભરાયુ હતું ખાતર : આરોપીની પૂછપરછમાં હેપ્પી પટેલનું નામ ખુલ્યુ : ઝડપાયેલા ૨ આરોપીઓની પૂછપરછમાં વધુ એક નામ ખુલ્યુ : કૃષિ વિભાગના રિપોર્ટ બાદ પોલીસ નોંધશે ગુનો access_time 2:02 pm IST