Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

દિલીપ સંઘાણી ઈફકોના વાઈસ ચેરમેન બનતા સન્માન

રાજકોટઃ. દેશની ખેડૂતલક્ષી અગ્રગણ્ય સંસ્થા ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો.-ઓપરેટીવ લિમિટેડ, નવી દિલ્હીના વાઈસ ચેરમેન તરીકે ગુજરાતના પૂર્વ સહકાર મંત્રી શ્રી દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે. નવી જવાબદારી પછી તેઓ ગઈકાલે પ્રથમ વખત ગુજરાત આવતા એરપોર્ટ પર શુભેચ્છકો અમદાવાદના પ્રફુલભાઈ નાયક, ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા, ગાંધીનગર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા, સહકારી અગ્રણી ઘનશ્યામભાઈ અમીન કનુભાઈ કોઠિયા, રાજકોટના મનીષ ભટ્ટ, ભરત દોશી, કાર્તિક દોશી, શ્રી ભૂવા વગેરેએ તેમનું સ્વાગત - સન્માન કર્યુ હતુ તે પ્રસંગની તસ્વીર

(11:36 am IST)
  • કેદારનાથના વાતાવરણમાં પલટો :હળવો હિમપ્રપાત :ઠંડીમાં વધારો :ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હવામાનમાં પલટો :હળવા વરસાદ સાથે હિમપાતથી ઠંડીમાં વધારો;આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તેજ આંધી ફુંકાવવાની આગાહી access_time 12:55 am IST

  • પાકિસ્તાનમાં વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ :પાકિસ્તાની ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ,ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ ) અને જૈશ એ મોહમ્મદ સાથે સબંધ રાખવાના આરોપસર વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો access_time 12:53 am IST

  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST