Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ભુજ : સગીરા સાથે વિકૃત દુષ્કર્મ કરવાના ગુનામાં રફીક જામનગરીને ૧૦ વરસની સજાનો હુકમ

ભુજ, તા.૧૦: (ભુજ)કચ્છના માંડવીમાં વર્ષ ૨૦૧૧માં એક ૧૪ વર્ષની સગીરાને નિકાહ કરવાની લાલચ રફીક ઉર્ફે રફલો જામનગરી લઇ ગયો હતો અને ત્યાર બાદ અલગ-અલગ વાડીમાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ એક મકાન રાખી ત્યા પણ સગીરા સાથે આ યુવકે વારંવાર બળાત્કાર ગુજારતો રહ્યો ભુજ કોર્ટમાં આ કેસ ચાલી જતા ભુજ કોર્ટે તેને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

સમગ્ર મામલો કંઇક એવો હતો કે ૨૯-૦૯-૨૦૧૩ના મુસ્લિમ સગીરાને તેમનાજ સમુદાયના એક શખ્સે નિકાહ કરવાની લાલચ આપી રાત્રે પોતાની સાથે લઇ ગયો હતો અને ત્યાર બાદ અવારનવાર તેની સાથે અલગ-અલગ જગ્યાએ બળાત્કાર ગુજારતો રહ્યો જે મામલે પોલિસ ફરીયાદ બાદ આજે ભુજ કોર્ટમાં કેસ ચાલી જતા ભુજ સ્પેસીયલ પોસ્કો કોર્ટના જજ એલ.જી.ચુડાસમા એ બળાત્કારી રફીક જામનગરીને ૧૦ વર્ષની કેદ અને ૧૯,૦૦૦ રૂપીયાનો દંડ ફટકાર્યો હતો સ્પેશીયલ સરકારી વકિલ તરીકે કલ્પેશ ગોસ્વામીએ દલિલો સાથે ૧૪ સાહેદો દસ્તાવેજી પુરાવા અને એફ.એસ.એલ રીપોર્ટ સહિતના મજબુત પુરવા સાથે કોર્ટમાં દલિલો કરી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખી આજે આઇ.પી.સી.ની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૭, અને પોસ્કો એકટની કલમ ૪,૫(L)/૬ મુજબ તકસીરવાન ઠેરવી તેને સજા ફટકારી હતી.  સગીરાના અપહરણ સમયે રફીકની ઉંમર ૧૯ વર્ષ હતી શગિરાના અપહરણ બાદ તે તેની સાથે બળાત્કાર તો ગુજારતો રહ્યો પરંતુ જયારે સગીરા માસીક ધર્મમાં હતી ત્યારે રફીકે તેની સાથે અવારનાવર સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્યુ પણ આચર્યુ હતુ. જેની પણ ગંભીરતાથી નોંધ લઇ કોર્ટે વિવિધ સાહેદોની જુબાની મેડીકલ રીપોર્ટ અને પુરાવાને ધ્યાને રાખી આ સજા ફટકારી હતી. તો મેડીકલ તપાસણીમાં પણ તેની સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય થયાનુ સાબિત થયુ હતું.

(1:22 pm IST)