Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ગારીયાધાર કોળી સમાજના અલગ-અલગ સંગઠનો દ્વારા આવેદન પત્ર પાઠવાયું

ભાવનગરના યુવક દ્વારા ટીકા-ટીપ્પણીના વિરોધમાં

ભાવનગર તા.૧૧: ગારીયાધાર તાલુકા કોળી સમાજના વિર માંધાતા કલહમારા હે સંગઠન અને તાલુકા તથા શહેરના સંગઠન દ્વારા ગારીયાધાર મામલતદારને આવેદન પાઠવાયું હતું.

તા. ૯/૫/૨૦૧૮ના રોજ સોશ્યલ મિડીયા પર ભાવનગર ના યુવક દ્વારા કોળી સમાજ વિશે ટીપ્પણી કરતો વિડીયો વાયરલ થયો છે જેમાં સમાજ વિશે ખરાબ ભાષમા઼ ગાળો આપે છે તેમજ સમાજની બહેન દિકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે.

જે યુવક વિરુધ્ધ ૨ આઇપીસી કલમ ધારા હેઠળ તાત્કાલીક ધરપકડ કરી યોગ્ય ફોજદારી પગલા ભરવાની માંગણી સાથે આજરોજ ગારીયાધાર મામલતદારને આવેદન પત્ર પાઠવાયુ છે.

આ આવેદન પત્ર પાઠવવામાં  ડો. એસ.આર. સોલંકી, શૈલેષભાઇ બારૈયા, નટુભાઇ ભાળીયા,, સુરેશભાઇ બારેૈયા અને રમેશભાઇ ગોહિલ સહિતના આગેવાનો જોડાયા હતા.

(1:13 pm IST)