Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સોમનાથ મહાદેવ મંદિર સ્થાપના દિનની ઉજવણીઃ અમિતભાઇની ઉપસ્થિતિ

ધ્વજારોહણ, મહાઆરતી, અભિષેક, પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો

પ્રભાસપાટણ-વેરાવળ, તા., ૧૧: શ્રી સોમનાથ મહાદેવ મંદિરે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ધ્વજારોહણ, મહાઆરતી, અભિષેક, પુજન, અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે.

આજે કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહીને પુજન-અર્ચન કરશે.

આ ઉપરાંત ભીખુભાઇ દલસાણીયા, કૌશીકભાઇ પટેલ સહીતના ઉપસ્થિત રહેશે તેમ જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરારે જણાવ્યું છે.

કર્ણાટકની ચુંટણી પ્રચાર પુર્ણ કરી અને સીધા સોમનાથ મહાદેવનાં દર્શને પધારી રહેલ છે. શ્રી અમીતભાઇ શાહ સોમનાથ મહાદેવમાં અતુટ શ્રધ્ધા ધરાવે છે અને વારંવાર સોમનાથ મહાદેવનાં દર્શને પધારે છે.

તેમજ આજે પોખરણ અણુ ધડાકાને ર૦ વર્ષ પુર્ણ થાય છે તેમાં અનુસંધાને યુવા ભાજપ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમજ આજે સોમનાથમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સોમનાથમાં પણ સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો શરૂ થયેલ છે.

શ્ર અમીતભાઇ શાહ ૧.૩૦ના અરસામાં આવતા સવારથી પોલીસ દ્વાાર ચુસ્ત બંદોબસ્ત  ગોઠવવામાં આવેલ છે.

સોમનાથ મહાદેવની ૬૮ પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ભવ્ય ઉજવણીનો પ્રારંભ સ્વચ્છતા જાગૃતી અભિયાનથી કરવામાં આવેલ હતી.

સોમનાથ મહાદેવની ૧૯પ૧ માં પ્રાણ પ્રતિષ્ઠા થયેલ તી. તેને ૬૮ વર્ષ પુરૂ થતા સવારે ૭.૩૦ કલાકે સ્વચ્છતા જાગૃતી અભિયાનથી પ્રારંભ કરવામાં આવેલ તો. ૮.૩૦ કલાકે લઘુરૂદ્ર સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલી વિશેષ મહાપુજન મહાઅભિષેક ૯.૪૬ મીનીટે વિશેષ આરતી ધ્વજા પુજાનું આયોજન કરાયેલ હતું તેેમજ મહેશ્વરી અતિથી ગૃહ ખાતે આરોગ્ય કેમ્પનો પ્રારંભ કરાવેલ હતો.

સોમજાથ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્થાનીકો તેમજ યાત્રીકોએ ભાગ લીધો હતો.

(11:59 am IST)