Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પ્રકોપ પુનઃ વધતા જનજીવન અસ્તવ્યસ્ત

મહમત્ત તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી જતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે.

મહતમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી આસપાસ પહોંચી જતા લોકો ગરમીથી પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપ સાથે ગરમી ભુક્કા બોલાવી રહી છે

કાલે રાજયમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઇ હતી. અહી મહતમ તાપમાન ૪૦ ડીગ્રી નોંધાયું હતું. જેના કારણે બપોરના લુ ફેંકતો પવન ફુંકાયો હતો.

આ ઉપરાંત અમરેલી અને ઇડરમાં ૪૩.૪ ડીગ્રી, અમદાવાદમાં ૪૩.૩ ડીગ્રી, કંડલા એરપોર્ટ ૪૩.ર ડીગ્રી, ગાંધીનગર ૪૩.૦ ડીગ્રી, વડોદરા ૪ર.૩ ડીગ્રી, ડીસા અને રાજકોટ ૪ર.ર ડીગ્રી, વલ્લભ વિદ્યાનગર ૪૧.૯ ડીગ્રી, ભાવનગર ૪૧.૪, ભુજ ૪૧.૦, સુરત ૪૦.૦, ન્યુ કંડલા ૩૮.૭, મહુવા ૩૮.૪, પોરબંદર ૩૭.૮, વેરાવળ ૩ર.પ, દ્વારકા ૩ર.૪ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

ભાવનગર

ભાવનગરઃગરમીનો પ્રકોપ પુનઃવધ્યો છે આજે મઇમતાપમાન ૪૧.૪ ડીગ્રીએ પહોચતા અને ફુકાયેલી લુ પી લોકો પરેશાન બન્યા હતા.

ગોહિલવાડ પથંકમાં ચાલુ વર્ષ ઉનાળામાં સીક્રનમાં વૈશામ માસમાં સૂર્યનારાયણ આક્રરા પાણીએ બનતા અંગ દઝાડની ગરમી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. આજે ભાવનગર શહેરનું મઇમ તાપમાન ૪૧.૪ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૨૭.૫ ડ્ગીર નોંધાયુ હતુ. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૪ ટકા અને પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિકલાકની રહી હતી.(૯.૩)

જુનાગઢ વિસ્તારમાંં હિટવેવ યથાવત

જુનાગઢ : જુનાગઢ વિસ્તારમાં હિટવેવ યથાવત રહેતા જનજીવન પ્રભાવિત થયુંછે.

ગઇ કાલે ૪ર.પ ડિગ્રી તાપમાનથી આખો દિવસ ગરમ રહ્યો હતો આજે પણ સવારથી સુર્યનારાયણે અગ્નિ ઓકવાનું શરૂ કરી દીધુ છે.

સવારનું લઘુતમ તાપમાન રપ.પ ડિગ્રી નોંધાયું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૮ કિ.મી.ની રહી હતી.

(11:33 am IST)