Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ટંકારા પાસે ટ્રક અને કાર અથડાયા

કાર રોડ નીચે ઉતરી ગઇઃ કાર ચાલક અલ્પેશ પટેલને રાજકોટ ખસેડાયો

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બન્ને વાહનો નજરે પડે છે. (તસ્વીર : હર્ષદરાય કંસારા ટંકારા)

ટંકારા તા. ૧૧ :.. ટંકારા-રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારાથી બે કિલો મીટર દૂર ભગીરથ રોડવેઝના ટ્રકનું જીજે-૩ર ટી ૩૯૯૯, (ટી ૩૯૯૯) અને સ્વીફટ કાર નં. જીજે-૦૩, એફ. ડી. ૮૦૯૮ વચ્ચે અકસ્માત થતા કાર રોડ નીચે ઉતરી ગઇ હતી. કાર ચાલક અલ્પેશ રવજીભાઇ પટેલ (ઉ.વ.૩ર) રહેવાસી હડમતીયાને ઇજા થતા ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

અકસ્માત થતા રોડની બંને બાજૂ વાહનોની લાઇનો લાગી ગયેલ. ટંકારા પોલીસે ટ્રાફીક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર પૂર્વવત કરાવેલ હતો.

(11:32 am IST)